Gujarat election 2022: કાકા-ભત્રીજાના રાજકીય યુદ્ધમાં શબ્દોની મર્યાદા ઘટી! અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીને ગણાવ્યા `નામર્દ`
Gujarat Vidhan Sabha Election 2022: ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકારે શું કર્યું પૂછનારની માતાના ઘૂંટણ આયુષ્માન કાર્ડથી બદલાવ્યા છે.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે. ત્યારે આ વખતે સુરતની વરાછા બેઠક પર તમામની નજર રહેલી છે. દિવસે દિવસેને આ બેઠેકને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. ત્યારે હાલમાં સુરતના વરાછા વિધાનસભામાં યોજાયેલ એક જાહેરસભાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકારે શું કર્યું પૂછનારની માતાના ઘૂંટણ આયુષ્માન કાર્ડથી બદલાવ્યા છે. ફ્રી ફ્રીની વાતો કરનાર સરકારની ફ્રીની સુવિધા લઈ રહ્યા છે. તેવું એક સભા સંબોધન દરમિયાન જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલે અલ્પેશ કથીરીયાની પ્રતિક્રિયા સામે આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube