તેજસ મોદી/સુરત : ગઈકાલે સમગ્ર ગુજરાતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાનો થપ્પડ કાંડ ગુંજ્યો હતો. ગાડી પાર્ક કરવા મુદ્દે ટ્રાફિક કર્મચારી સાથે થયેલી બોલાચાલી બાદ ટ્રાફિક કર્મચારીએ અલ્પેશ કથીરિયાને લાફો માર્યો હતો. જેના બાદ મામલો ગરમાયો હતો. અલ્પેશ કથીરિયાની અટકાયત કરાયા મોટી સંખ્યામાં પાટીદાર યુવકો એકઠા થયા હતા. અલ્પેશ કાથીરિયા સામે રાયોટિંગ, સરકારી મિલ્કતને નુકસાનનો ગુનો દાખલ કર્યો છે. તો પોલીસ કર્મીઓને ધમકી આપવાની કલમો પણ ઉમેરાઈ હતી. જેના બાદ સાંજે તેને 15 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ આટલેથી અટકશે નહિ. અલ્પેશ કથીરિયાના થપ્પડકાંડ બાદ તેની મુશ્કેલીઓ વધી શકે છે. અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં મળેલ જામીન રદ પણ થઈ શકે છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું. 


અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસે માર્યો લાફો, પાટીદાર યુવાનો વિફર્યાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજદ્રોહના કેસમાં જામીન રદ્દ અંગે કરાશે રિપોર્ટ
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે, તેઓ વકીલાતના વ્યવસાયમાં હોવા છતા અને કાયદાના જાણકાર હોવા છતાં તેમણે તમામ કાયદાને પોતાના હાથમાં લીધા છે. અગાઉ તેમની રાજદ્રોહ જેવા ગંભીર ગુનામાં અટકાયત કરાયેલી છે. ત્યાર બાદ શરતો પર તેમને જામીનમુક્ત કરાયા હતા. તો આ જામીનની શરતો મુજબ અને તેઓ જાણકાર હોવા છતા તેમણે જામીનની શરતોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. તો તે જામીન રદ કરવા અમે ચર્ચાવિચારણા કરી રહ્યાં છે. 


અલ્પેશ કથીરિયા છેવટે થપ્પડ પ્રકરણમાં જામીન પર મુક્ત, કોર્ટે શુ રાખી શરત? જાણો


પાટીદાર અનામત આંદોલનના નેતા અને વ્યવસાયે વકીલ એવા સુરતના અલ્પેશ કથીરીયા અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી માથાકૂટ બાદ મામલો વધુ વણસ્યો હતો, જેમાં પોલીસે એક પછી એક ફરિયાદો અલ્પેશ અને તેના સમર્થકો વિરુદ્ધ દાખલ કરી છે. જેમાં વરાછા પોલીસ મથકમાં ત્રણ ફરિયાદો, ઉમરા પોલીસ મથકમાં એક અને ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો આ ઘટનાના એક અગાઉ સરથાણા પોલીસ મથકમાં થયેલી માથાકૂટ અંગે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આમ છ ફરિયાદોમાંથી ચાર ફરિયાદોમાં અલ્પેશના નામનો ઉલ્લેખ છે, જે પૈકી બે કેસમાં તેને જામીન મળ્યા છે, જ્યારે બે કેસમાં ધરપકડ બાકી છે, બીજી તરફ અલ્પેશના કૃત્યને ધ્યાનમાં રાખી પોલીસ તેના રાજદ્રોહના કેસના જામીન રદ્દ કરાવવાની દિશામાં કામગીરી શરુ કરવામાં આવી છે.


ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics


ફરિયાદ 1 : 
અલ્પેશ કથીરીયા સામે નોંધાયેલી પહેલી ફરિયાદ મુજબ પીએસઆઈ કુવાડિયાએ અલ્પેશ અને પાંચ અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અલ્પેશે સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી સરકારી વાહનને લાતો મારી હતી. પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. ટ્રાફિક પોલીસ ચોર છે. કેવી રીતે વરાછામાંથી ગાડીઓ ઉઠાવો છો તે હું જોઉં છું. આ વિસ્તારમાં અમારા લોકો છે, એક બુમ પાડીશ તો ભેગા થઈ જશે.તમને જીવતા રહેવા દઇશ નહીં. તમે હજુ મને ઓળખતા નથી. તમારામાં મને હાથ લગાવવાની તાકત નથી.પોલીસ સાથે ધક્કામુક્કી કરવા લાગ્યો હતો. સ્ટાફને ગાળો આપી હતી. જેમાં વરાછા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.


ફરિયાદ 2 : 
વરાછા પોલીસમાં અલ્પેશ કથીરીયા સામે નોંધાયેલી બીજી ફરિયાદ પીએસઓ ભુપતસિંહ કાંતિલાલે નોધાવી જેમાં તેમને જણાવ્યું છે કે અલ્પેશ સહિત નરેશ ડાહ્યા વિરાણી(નાના વારાછા), ધાર્મિક નનુભાઈ માલવિયા(નાના વરાછા), જય જીતુ આખજા(અમરોલી), જીગ્નેશ ત્રિકમ વઘાસિયા(વરાછા), સૌરભ બાબુ વિરાણી(રહે. ક્ષમા સોસાયટી, એ.કે.રોડ), કમલેશ પાનસુરિયા(રહે. સહજાનંદ વાટીકા,વેલંજા), સંજય ભાયાભાઈ માવાણી(વરાછા), ધર્મેશ હરેશ પટોળીયા(કાપોદ્રા), તુષાર કરશન ભંડેરી(પુણા ગામ), બ્રિજેશ જયંતી જોધાણી(પુણા ગામ) અને અન્ય 15 વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને હંગામો,ધમકી અને ગાળો આપવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના કુંડાઓ પણ તોડી નાખ્યા હતા. અલ્પેશે પીએસઓનો હાથ પકડી તેને ખુરશીમાંથી ઉઠાડી મુક્યો હતો. આ મારી ખુરશી છે. તમે બહાર નીકળો તેવી બુમો પાડી હતી.


Photos: દીવ જતા આ વાતનું ધ્યાન જરૂર રાખો, નહિ તો પસ્તાવાનો વારો આવશે


ફરિયાદ 3 : 
અલ્પેશ કથીરીયા જ્યારે વરાછા પોલીસ મથકના પહેલા માળે એસીપી એ પી પરમારની ઓફિસમાં જાય છે, ત્યારે પરમાર અલ્પેશનો હાથ પકડે છે, જોકે તે સમયે અલ્પેશ અને પરમાર વચ્ચે શાબ્દિક ટપાટપી થયા છે, જેન પગલે એસીપી પરમાર પાસે ફરી અલ્પેશ જાય છે, દરમિયાનમાં અલ્પેશ ડીસીપી ઓફિસને લાત મારે છે. જેને પગલે એસીપી પરમાર અલ્પેશને વરાછા પોલીસના લોકઅપમાં નાંખી દેવામાં આવે છે. આ સમયે અલ્પેશ એસીપી પરમાર અને અન્ય પોલીસકર્મીઓને લોકઅપમાંથી મોટે મોટે થી બુમો પાડી અપશબ્દો બોલે છે, જે અંગે મોડી સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.


ફરિયાદ 4 : 
શુક્રવારે થયેલી માથાકૂટનાં એક દિવસ અગાઉ ગુરુવારે અલ્પેશ કથીરીયા સરથાણા પોલીસ મથકે ગયો હતો. જ્યાં તેને રજૂઆત કરી હતી કે તેની ધરપકડ સમયે સુરતમાં બસમાં તોડફોડ અને આગ લગાવવાની ઘટના બની હતી, જે ઘટનામાં પાંચ પાટીદાર યુવાનોની ધરપકડ કરી હતી. આ યુવકોને અશ્વિન ડાંગર, ઉપેન્દ્રસિંહ સહિતના ચાર પોલીસકર્મીઓએ અવાવરું જગ્યા પર લઈ ગયા હતાં, જ્યાં પાંચેયુવકોને ઢોર માર રમાયો હતો. આ સાથે જ અશ્વિન ડાંગરે એક વોટ્સએપ ગ્રુપમાં હાર્દિક વિષે અભદ્ર શબ્દો લખ્યા હતા. જોકે આ રજૂઆત સમયે પણ અલ્પેશ દ્વારા અસભ્ય વર્તન અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે પોલીસ તેની અને અન્યો સામે ફરિયાદ દાખલ કરી છે.


જોઈ લો ગુજરાતમાં દોડનારી મેટ્રોનો First Look, આ તારીખે થશે પહેલી ટ્રાયલ રન


સમર્થકો સામે બે ફરિયાદ નોંધાઈ 
અલ્પેશની ધરપકડ થતાં સોશિયલ મીડિયામાં તેના સર્મથન માટે પોસ્ટ મુકવામાં આવી હતી. સોશીયલ સાઇટ ફેસબુક પર રાજ પાટીદાર નામના યુઝર ધ્‍વારા એક મેસેજ લખવામાં આવ્યો હતો. જેને પગલે લોકોમાં ઉશ્કેરાટનો માહોલ ઉભો થઇ શકે છે, જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે રાજ પાટીદાર સામે ગુનો દાખલ કર્યો હતો, તો જ્યારે અલ્પેશ સહિતના પાટીદારોને કોર્ટમાં રજુ કરાયા હતા, ત્યાં પણ પાટીદાર યુવકોએ પોલીસ અને વકીલો સાથે માથાકૂટ કરી હતી, જેને પગલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો.


ધરણા અંગે થઈ શકે છે ફરિયાદ : 
ગઈ તા. 25મીએ અલ્પેશ કથીરિયા અચાનક જ કલેક્ટર કચેરી પર ધરણા પર બેસી ગયો હતો. તે દિવસે અલ્પેશનો જન્મદિવસ હતો, તે દિવસે તે ડાંગમાં થયેલા અકસ્માતની ઘટનામાં ઘાયલ બાળકોને મળવા ગયો હતો, જ્યાં ઘાયલોને સરવર યોગ્ય મળી ન રહી હતી, સાથે જ તેમને કરાયેલી સહાય પણ ઓછી હતી, જે મુદ્દે તે કલેક્ટર ઓફીસ ખાતે ધરણા પર બેસી ગયો હતો. ત્યાં તેને કલેક્ટર ધવલ પટેલ સાથે અયોગ્ય વાતચીત કરી હતી, ત્યાંજ રાજ્યના મંત્રીઓને ફોન કર્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જેમાં પણ ગુનો દાખલ થઇ શકે છે.


વલસાડમાં મેગા બ્લોક : જાણો કઈ ટ્રેન રદ થઈ અને કોનો રુટ બદલાયો?


રાજદ્રોહના ગુનામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી  
અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં તાજેતરમાં જ સુરત મુખ્ય જિલ્લા સેશન્સ જજે પાસના અલ્પેશ કથીરિયાને શરતોને આધીન જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. જેમાં કેટલીક જામીન શરતો લાગુ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ આ પ્રકારના ગુનામાં નહીં સંડોવાય તથા સુલેહ શાંતિનો ભંગ કરવા પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવા સહિત શરતો લાગુ કરવામાં આવી હતી. પરંતુ બે દિવસમાં અલ્પેશ કથીરિયાએ પોલીસ સાથે કરેલી જીભાજોડી તથા મારામારીના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી સંભવતઃ આરોપી અલ્પેશ કથીરિયાએ સુરત સેશન્સ કોર્ટે લાદેલી જામીન શરતનો ભંગ કર્યો હોય જામીન રદ કરવા અંગેનો રીપોર્ટ કરવા અંગેની કાર્યવાહી પોલીસે શરુ કરી છે. પોલીસ કમિશ્નરે શુક્રવારે સાંજે આ અંગે નિવેદન આપ્યું હતું. તો શનિવારે ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાહુલ પટેલે પણ કહ્યું હતું કે હાલ આ અંગે રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. કોર્ટમાં અલ્પેશ અંગે રીપોર્ટ રજુ કરવામાં આવશે. જેથી તેના જામીન રદ્દ થઇ શકે.