અલ્કેશ રાવ/પાલનપુર: અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા પૂર્વે જ ઠાકોર સેનામાં વિખવાદ શરૂ થયો છે. બનાસકાંઠા ઠાકોર સેનાના પૂર્વ અધ્યક્ષ મેલાજી ઠાકોર સહિત અન્ય હોદ્દેદારોએ અલ્પેશ ઠાકરો વિરૂદ્ધ બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ એકતા યાત્રામાં પાયાના કાર્યકરોને સાઇડ લાઇન કરી આમંત્રણ આપવામાં આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર સમાજના વિકાસ માટે નહિં પણ પોતાના વિકાસ માટે એકતાયાત્રા કાઢી રહ્યો છે. જેમાં ઠાકોર સેનાન અગ્રણીઓને આમંત્રણ આપાવમાં આવતુ નથી. અને સમાજનો લોકોની સેનામાંથી બાદબાકી કરીને એકહથ્થુ શાસન ચલાવા માંગે છે. સમાજના નામે અલ્પેશ ઠાકોર રાજકારણ કરીને તેનું કદ વધારી રહ્યો છે.


પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે કહ્યું, સંસદ ભવનને દિલ્હીથી દૂર કરો


બનાસકાંઠાના ઠાકોર સેનાના લોકોની એકતાયાત્રામાં બાદાબાકી કરવામાં આવી રહી છે. અલ્પેશ જો ભાજપમાં જોડાશે તો સમાજને તેનાથી કોઇ પણ ફાયદો થશે નહિ. સમાજના યુવાનોનો અલ્પેશ ઠાકોર ખોટો ઉપયોગ કરીને રાજકારણમાં તેની જગ્યા મજબૂત કરી રહ્યો છે.