છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવ્યા, પણ અલ્પેશ ઠાકોર-રઘુ દેસાઈ નહિ આપી શકે વોટ, કારણ કે...
રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. બાયડ બેઠકથી ભાજપ (BJP) ના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને જગદીશ પટેલ સહિતના મહારથીઓનું ભાવિ મતદારો નક્કી કરશે. ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકો પર મતદાન શરૂ થયું છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala) કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પેટાચૂંટણીમાં મહત્વની એવા રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ (Congress) ના બંને ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ (Raghu Desai) મતદાન નહિ કરી શકે.
અમદાવાદ :રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. બાયડ બેઠકથી ભાજપ (BJP) ના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને જગદીશ પટેલ સહિતના મહારથીઓનું ભાવિ મતદારો નક્કી કરશે. ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકો પર મતદાન શરૂ થયું છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala) કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પેટાચૂંટણીમાં મહત્વની એવા રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ (Congress) ના બંને ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ (Raghu Desai) મતદાન નહિ કરી શકે.
Live : 6 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, ઉમેદવારોએ જીત માટે પૂજા કરી
રાધનપુર બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર રાધનપુરના મતદારો નથી. રાધનપુરની જનતા પાસે આ બંને ઉમેદવારોઓ ખોબલે ભરીને મત તો માંગ્યા છે, પણ પોતે આ બેઠક પર મત નહિ આપી શકે. તો પૂર્વ મંત્રી શંકર ચૌધરી પોતાના ગામ વડનગરમાં મતદાન કરશે.
રાજ્યની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાધનપુર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ છે. રાધનપુર બેઠક પર 2.69 લાખ મતદારો આજે 326 કેન્દ્રો પર મતદાન કરશે. આ બેઠક બંને પક્ષો માટે મહત્વની હોવાથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારોએ મતદારોને પોતાની બાજુ કરવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ગુપ્ત બેઠકોનો દોર પણ યોજાયો હતો. જેમાં પોતાને મત આપવાની અપીલ કરાઈ હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :