પેટાચૂંટણી 2019 : તમામ બેઠકો પર મતદાન પુર્ણ, સરેરાશ 50.83 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે.
Trending Photos
અમદાવાદ :ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. રાધનપુર (Radhanpur) અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
લાઈવ અપડેટ્સ
-
સાંજના 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 48.10 ટકા મતદાન
સાંજના 5 વાગ્યા સુધી 6 બેઠકો નું મતદાન
થરાદ,61%
રાધનપુર 52%
ખેરાલુ 41%
બાયડ 53%
અંરાઈવાડી 31%
લુણાવાડા 44%
વિધાનસભાની 6 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 40 ટકા મતદાન થયું છે. બપોરે 3 વાગ્યા સુધી 6 બેઠકોના મતદાન પર નજર કરીએ તો, થરાદ 51.79%, રાધનપુર 33.86%, ખેરાલુ 32.42%, બાયડ 47.32%, અમરાઈવાડી 25.81% અને લુણાવાડામાં 38.83% ટકા મતદાન નોંધાયું.
બાયડ બેઠક પર મતદાન સમયે રૂપિયાની લ્હાણી કરતો વીડિયો વાયરલ થયો છે. બાયડ તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ સદસ્ય રમણભાઈએ લોકોને રૂપિયા વહેંચતા વાયરલ થયેલા વીડિયો મામલે ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી.
બપોરે એક વાગ્યા સુધી મતદાનના આંકડા પર નજર કરીએ તો, થરાદમાં 20.33 %, રાધનપુરમાં 18.70%, ખેરાલુમાં 19.83%, અમરાઈવાડીમાં 12.70%, બાયડમાં 19.44% અને લુણાવાડામાં 16.57% મતદાન નોંધાયું.
બપોરે 12 વાગ્યા સુધી થરાદમાં 20.33 ટકા, રાધનપુરમાં 18.70 ટકા, ખેરાલુમાં 11.88 ટકા, બાયડમાં 19.44 ટકા, અમરાઈવાડીમાં 12.70 ટકા અને લુણાવાડામાં 16.57 ટકા મતદાન નોંધાયું.
થરાદમાં મતદાન મથકની અંદર નોટામાં મત આપતો ફોટો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મતદાન કેન્દ્રની અંદર મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કોઈ મતદાતાએ પોતાનો મત આપતો ફોટો પાડીને વાઇરલ કર્યો. સોશિયલ મીડિયામાં એવીએમ મશીનનો ફોટો વાઇરલ થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ટ
અમરાઈવાડી મતક્ષેત્રમાં 75 વર્ષીય ચંદાબેન ચાલી ન શકવાને કારણે તેમના પરિવારજનો તેમને ખાટલે બેસાડીને મતકેન્દ્ર સુધી લાવ્યા હતા. ચંદાબેન શેગર અમદાવાદની રાજાભગત સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.
થરાદ વિધાનસભામાં મતદાન શરૂ થયા બાદ 1 વિવીપેટ અને 3 એવીએમ મશીન ખોટવાતા તાત્કાલિક બદલાયા હતા. મતદાન પહેલા પણ 3 ઈવીએમ કામ ન કરતાં બદલવામાં આવ્યા હતા.
-
વિધાનસભાની પેટાચૂંટણી માટે 8 થી 11 દરમ્યાન સરેરાશ 11.88% મતદાન યોજાયું. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ધીમું મતદાન થઈ રહ્યું છે, તો ખેતીકામ બાદ મતદારોનો ધસારો વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાધનપુર બેઠક પર સવારે 8 થી 11 વાગ્યા સુધી 18.70 % વોટિંગ, તો ખેરાલુમાં 11 વાગ્યા સુધી 11.88 ટકા મતદાન થયું. થરાદ - 20.33%, રાધનપુર - 18.70%, મેહસાણા - 11.88%, અમરાઈવાડી - 12.70%, બાયડ - 19.44% અને લુણાવાડા - 16.57%
અરવલ્લીના માલપુરના પટેલીયાના મુવાડા ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રોડ, રસ્તા, પાણીની પ્રાથમિક સુવિધાઓના અભાવે ગામ લોકોમાં રોષ દેખાયો હતો, જેથી વિકાસના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે અધિકારીઓ અને નેતાઓ દ્વારા ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કરાયા હતા.
ખેરાલુમાં સામોજા ગામે 205 નંબરના બૂથમાં વિવિપેટ મશીન ખોટવાયું, જેથી ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક પગલા લઈને વિવિપેટ મશીન બદલવામાં આવ્યું અને ફરીથી મતદાન શરૃ થયું
-
રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીમાં એનસીપી ના ઉમેદવાર ફરસુભાઈ ગોકલાણી મતદાન કરવા પહોંચ્યા. વારાહી ખાતે પરિવાર સાથે મતદાન કર્યું..
6 બેઠકો પર સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના મતદાનના આંકડા પર નજર કરીએ તો થરાદમાં 7.15 ટકા, રાધનપુરમાં 5.40 ટકા, ખેરાલુમાં 4.57 ટકા, બાયડમાં 6.22 ટકા, અમરાઈવાડીમાં 3.60 ટકા અને લુણાવાડામાં 4.94 ટકા મતદાન નોંધાયું છે.
થરાદમાં 86 વર્ષીય વૃદ્ધા દેમાબેન માળી આનંદ નગર પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં મતદાન કરવા પહોંચ્યા.
બાયડમાં ચાર ઈવીએમ-વિવિપેટ ખોટકાયા. હેલોદર, માનવાવ અને ગાબટમાં ઈવીએમ અને ચોઈલામા વિવિપેટ ખોટકાયું. જેથી મતદાન બંધ રાખવાની ફરજ પડી હતી.
- થરાદ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે સૌથી પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને થરાદના વજેગઢ ગામની પ્રાથમિક શાળામાં પોતાની પત્ની સાથે આવીને મતદાન કર્યું હતું. તેમજ તેમને જંગી મતોથી તેમની જીત થવાનો દાવો કર્યો હતો.
- શંકર ચૌધરીએ મતદાન કર્યું
- ખેરાલુ ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરના ગામમાં મતદાન મથક 171 પર ઈવીએમ મશીન ખોટવાયું.
- અમરાઈવાડી વિધાનસભા મતક્ષેત્રમાં સાંસદ હસમુખ પટેલે જીવીબા પ્રાથમિક શાળા, ઘોડાસરમાં મતદાન કર્યું.
- રાધનપુરના કેવી હાઈસ્કૂલના 127 બૂથનું ઈવીએમ મશીન ખોરવાયું. આ કારણે સવારથી લાઈન લગાવીને ઉભેલા મતદારોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
- મતદાનની શરૂઆતમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ગ્રામીણ વિસ્તારોના મતદારોમાં મતદાન માટે લાંબી લાઈન લાગી. કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરે મતદાન કર્યું.
- બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે મતદાન કર્યું. થરાદની વજેગઢ પ્રાથમિક શાળામાં ગુલાબસિંહ રાજપૂતે મતદાન કરીને પોતાની જીતનો દાવો કર્યો હતો.
- લુણાવાડાના પોલન સ્કુલના બૂથમા સખી બૂથના ઈવીએમમાં ખામી સર્જાઈ. મોક પોલ દરમિયાન ખામી આવતા ઈવીએમ બદલવામાં આવ્યુ.
- રાધનપુરમાં મતદાન માટે કરવામાં આવેલ મોકપોલમાં પીપરાળા 1 ઇવીએમ ખોરવાયું. તંત્ર પહોંચ્યું મતદાન બુથ પર...
જીત માટે ઉમેદવારોની પૂજા
બનાસકાંઠામાં થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં સવારે 8.00 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલે મતદાન પહેલા પૂજા કરી. જીવરાજ પટેલ નાગલા પ્રાથમિક શાળામાં મતદાન કરશે. તો કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વજેગઢ પ્રાથમિક શાળામાં મતદાન કરશે. તો કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે અમરાઇવાડી જોગણી માતાના મંદિર ખાતે દર્શન કર્યું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે