અલ્પેશ ઠાકોરની મોટી સ્પષ્ટતા કહ્યું ‘હું બનાસકાંઠાથી લોકસભા નહિ લડું’
અન્ય સમાજની જેમ ઠાકોર સમાજ પણ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે માટે આજે બનાસકાંઠામાં શિક્ષણ રથનો પ્રારંભ થયો છે જે રથ લાખણી તાલુકાના ગામોમાં ફરી શિક્ષણ માટે ફાળો એકત્ર કરશે અને તે ફાળાથી ઠાકોર સમાજ માટે લાખણીમાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ શિક્ષણ રથમાં રાધનપુરના કોંગ્રેસના ધરાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અને લોકસભાની ચૂંટણી અંગે બનાસકાંઠા બેઠકથી રર્ચાઇ રહેલા તેના નામને લઇને સ્પષ્ટતા કરી હતી.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: અન્ય સમાજની જેમ ઠાકોર સમાજ પણ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે માટે આજે બનાસકાંઠામાં શિક્ષણ રથનો પ્રારંભ થયો છે જે રથ લાખણી તાલુકાના ગામોમાં ફરી શિક્ષણ માટે ફાળો એકત્ર કરશે અને તે ફાળાથી ઠાકોર સમાજ માટે લાખણીમાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ શિક્ષણ રથમાં રાધનપુરના કોંગ્રેસના ધરાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અને લોકસભાની ચૂંટણી અંગે બનાસકાંઠા બેઠકથી રર્ચાઇ રહેલા તેના નામને લઇને સ્પષ્ટતા કરી હતી.
આગથળા ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. જ્યારે સમાજ માટે જિલ્લા ભાજપના પ્રમુખ કેશજી ચૌહાણ અને અલ્પેશ ઠાકોર ખભે ખભો મિલાવી ઠાકોર સમાજને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવા માટે હાકલ કરી હતી.
વધુ વાંચો...લોકસભા ચૂંટણી 2019: ભાજપના ગઢ સમી મહેસાણા બેઠક પર કોનો દબદબો? વર્ચસ્વનો જંગ
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે કોઈપણ સમાજનો વિકાસ માત્રને માત્ર શિક્ષણ થકી જ છે માટે ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે માટે તમામ ઠાકોર સમાજના આગેવાનો એક થયા છે. આ સિવાય અલ્પેશ ઠાકોરના નામ મામલે બે દિવસ અગાઉ પાલનપુર હોબાળો મચ્યો હતો.
વધુ વાંચો...સુરતના વેપારીએ બિલ પર લખ્યું ‘સર્જિકલ સ્ટ્રાઇક 2.0’, બદલો લેવાની કરી વાત
લોકસભાની ટીકીટને લઈ ઠાકોર સમાજની બેઠકમાં કેટલાક આગેવાનોએ અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર હોવાનું જણાવતા ઠાકોરસેના અને ઠાકોર સમાજ આમને સામને આવી જતા વિખવાદ થાયો હતો. જો કે આ મામલે આજે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેઓ બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાના નથી અને તેઓ બનાસકાંઠાની બેઠક પર ઉમેદવાર પણ નથી.
વધુ વાંચો...ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ હેક, પાકિસ્તાન જિંદાબાદના સ્લોગન દેખાયા
આજે લાખણીના આગથળામાં યોજાયેલ શિક્ષણના ભગીરથ કામમાં અલ્પેશ ઠાકોરે પોતાનો બે મહિનાનો પગાર સમાજને દાન આપ્યો હતો તે સિવાય સમાજના અનેક આગેવાનોએ દાનની સરવાણી કરી હતી જેમાં મોટા પ્રમાણમાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.