ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકારણ કરાયું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આજે સાંજે આબુ લઈ જવાની છે. ત્યારે કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આબુ નહિ જાય તેવું જાણવા મળ્યુ છે. પરંતુ આ પહેલા જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મોટો ધડાકો કર્યો છે. અલ્પેશે દાવો કર્યો કે, 18 ધારાસભ્યો કોંગ્રેસ છોડવા માંગે છે. તો સામે ધવલસિંહે પણ કહ્યું કે, 10થી 15 ધારાસભ્યો આબુ નહિ જાય. 


રાજ્યસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસની કવાયત, ધારાસભ્યોને આજે આબુ લઈ જશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ ધોધમાર વરસશે


10થી 15 ધારાસભ્યો આબુ નહિ જાય...
કોંગ્રેસના ધારાસભ્યોના માઉન્ટ આબુ લઈ જવાની જાહેરાત બાદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 10થી 15 ધારાસભ્યો નહિ જાય તેવું મને ચોક્કસ ખબર છે. તો બીજી તરફ, તેમણે કોંગ્રેસના ધારાસભ્યો દારૂ પીવા માટે આબુ જતા હોવાની પણ વાત કરી. 


હાલ રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાના ચિત્ર પર નજર કરીએ, તો હાલ ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. કોંગ્રસના ધારાસભ્યો 71 છે. બીટીપીના 2 ધારાસભ્યો, 1 એનસીપી ધારાસભ્ય, 1 અપક્ષ ધારાસભ્ય છે. 4 વિધાનસભા સીટ ખાલી પડી છે. તો 3 સીટ વિવાદીત છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :