ગૌરવ પટેલ, અમદાવાદઃ ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો ઉગ્ર બની ગયો છે. કિશનને ન્યાય અપાવવાની માંગ રાજ્યભરમાં થઈ રહી છે. તો કિશનના પરિવારના સાંત્વના આપવા માટે એક બાદ એક રાજકીય પાર્ટીના નેતાઓ પણ ધંધૂકા પહોંચી રહ્યા છે. આજે ભાજપ નેતા અલ્પેશ ઠાકર ધંધૂકા પહોંચ્યા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. અલ્પેશ ઠાકરો આ ઘટના પર દુખ વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર રાજનીતિ નહીં, નક્કર કાર્યવાહીની કરી માંગ
કિશન ભરવાડના પરિવારને સાંત્વના આપ્યા બાદ અલ્પેશ ઠાકરે કહ્યુ કે, હત્યાની ઘટનામાં માત્ર રાજનીતિ નહીં પરંતુ નક્કર કાર્યવાહી થવી જોઈએ. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, આ ગુજરાતની શાંતિ તોડવાનો પ્રયાસ થયો છે. આવા તત્વોનો બજારમાં કોયડડો કરી દેવો જોઈએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાં પોસ્ટ પર કોઈની હત્યા કરવી વખોડવા લાયક છે.


આ પણ વાંચોઃ કિશન હત્યા કેસઃ મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આરોપીઓનું એનકાઉન્ટર કરવાની માંગ


રાજ્યમાં બીજા કોઈ યુવાન સાથે આવું ન થાય તે પ્રયાસ કરવો જોઈએ
અલ્પેશ ઠાકોરે કિશન ભરવાડના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યુ કે, રાજ્યમાં આવા બીજા કોઈ યુવાન ન ગુમાવવા પડે તે માયે આયોજન થવું જોઈએ. મૌલવીઓ પર બોલતા તેણે કહ્યુ કે, નફરત ફેલાવનાર મૌલવીઓને ધર્મના ઠેકેદાર બનવાની જરૂર નથી. અલ્પેશ ઠાકરો સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, ગુજરાતમાં કટ્ટરવાદીઓનું કોઈ કામ નથી. જે લોકો ભાઈચારો તોડવાનો પ્રયાસ કરશે તેને જડબાતોડ જવાબ મળશે. 


સોશિયલ મીડિયા પર સંયમ જાળવે લોકો
અલ્પેશ ઠાકોરે લોકોને સોશિયલ મીડિયા પર સંયમ જાળવવાની અપીલ કરી છે. કિશનની હત્યામાં સસ્તી રાજનીતિ થઈ રહી હોવાની વાત પણ અલ્પેશે કરી છે. તેણે કહ્યુ કે, મારાથી નમાલી રાજનીતિ થતી નથી. તેમણે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, ગુજરાતના યુવાનો, દીકરીઓ અને મહિલાઓ માટે હું તલવાર ઉઠાવવા પણ તૈયાર છું. 


આ પણ વાંચોઃ Dhandhuka Murder: પાકિસ્તાનના મૌલાનાના નફરતભર્યા વીડિયો જોઈને કરી કિશનની હત્યા, જાણો કોણ છે ખાદિમ રિઝવી


પરિવારને કરી આર્થિક મદદ
કિશન ભરવાડના પરિવારને મળવા પહોંચેલા અલ્પેશ ઠાકરો પરિવારને આર્થિક સહાય કરી છે. અલ્પેશ ઠાકોરે કિશન ભરવાડની નાની દિકરીના હાથમાં એક લાખ રૂપિયાનું કવર આપ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube