Dhandhuka Murder: પાકિસ્તાનના મૌલાનાના નફરતભર્યા વીડિયો જોઈને કરી કિશનની હત્યા, જાણો કોણ છે ખાદિમ રિઝવી

Dhandhuka Murder TLP Maulana Khadim Rizvi: ધંધૂકા શહેરમાં ફેસબુક પોસ્ટ લખનાર યુવકની હત્યા પાછળ પાકિસ્તાની મૌલાના ખાદિમ રિઝવીના ઝેરી વીડિયો સામે આવી રહ્યાં છે. ઇમરાન ખાન માટે માથાનો દુખાવો બનેલા તહરીક-એ-લબ્બૈક ચીફ ખાદિમ રિઝવીની આઈએસઆઈએ હત્યા કરી દીધી હતી.

Dhandhuka Murder: પાકિસ્તાનના મૌલાનાના નફરતભર્યા વીડિયો જોઈને કરી કિશનની હત્યા, જાણો કોણ છે ખાદિમ રિઝવી

અમદાવાદઃ રાજ્યના ધંધુકામાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ લખ્યા બાદ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. હવે આ હત્યાકંડની તપાસ કરી રહેલી એટીએસે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ખુલાસો કર્યો છે કે આ હત્યાકાંડના તાર પાકિસ્તાનના ઝેરીલા મૌલાના ખાદિમ રિઝવીના નફરત ફેલાવનારા વીડિયો સાથે જોડાયેલા છે. મૌલાના ખાદિમ રિઝવી પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરપંથી જૂથ તહરીક-એ-લબ્બૈકનો મુખિયા હતો. સાદ રિઝવીની નવેમ્બર 2022માં કથિત રૂપથી આઈએસઆઈના ઇશારા પર હત્યા કરવામાં આવી હતી. 

ધંધૂકા હત્યાકાંડના આરોપીઓએ સ્વીકાર્યુ કે તે પાકિસ્તાની મૌલાનાના ઝેરીલા વીડિયોથી ભ્રમિત થઈ ગયા હતા. એટલું જ નહીં દિલ્હીના પણ બે મૌલાના પણ તેને આ પાકિસ્તાની મૌલાનાનો વીડિયો જોવા માટે ઉશ્કેરી રહ્યાં હતા. ગુજરાત એટીએસે એક મૌલાનાની દિલ્હીધી ધરપકડ કરી છે. એટીઈસે કહ્યું કે, આ યુવકોને માત્ર હુમલો કરવા માટે કટ્ટરપંથી વિચારોથી ભરવામાં આવ્યા હતા. આ યુવકોને હુમલો કરવા માટે પ્રેરિત કરવા પાકિસ્તાની મૌલાના સાદ રિઝવીના વીડિયો દેખાડવામાં આવ્યા હતા. આવો જાણીએ કોણ છે સાદ રિઝવી.. 

ઈશનિંદા કાયદાના નામ પર પાકિસ્તાની સમાજમાં ઝેર ભર્યુ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે માથાનો દુખાવો બનેલા કટ્ટર મૌલાના ખાદિમ હુસૈન રિઝવીનું નવેમ્બર 2022માં રહસ્યમય સ્થિતિમાં મોત થઈ ગયું હતું. રિઝવીએ પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) ની સ્થાપના કરી હતી અને પાછલા દિવસોમાં તેના સંગઠને રાવલપિંડી અને ઇસ્લામાબાદને ઘેરી લીધુ હતું. તેનાથી લાખો લોકો જ્યાં બંને શહેરોમાં કેદ થઈને રહી ગયા હતા તો પાકિસ્તાની સેના અને ઇમરાન ખાન પણ દબાવમાં આવી ગયા હતા. રિઝવીના શંકાસ્પદ સ્થિતિમાં મોત બાદ તેની  ISI તરફથી હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

સૂત્રો પ્રમાણે ઈશનિંદા કાયદાના નામ પર પાકિસ્તાની સમાજમાં ઝેર ભરનાર રિઝવીના મોત બાદ  ISI એ તે પ્રયાસ કર્યો કે કોઈ નેતા આ મોતનો ફાયદો ઉઠાવી શકે નહીં. મૌલાનાનું મોત રહસ્યમય સ્થિતિમાં થયું પરંતુ ઇમરાન સરકારે જાહેરાત કરી કે મૌલાના રિઝવીનું કોરોના વાયરસને કારણે મોત થયું છે. રિઝવી બરેલવી સમુદાયથી આવતો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિના ઇસ્લામને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ મૌલાનાએ ફ્રાન્સના સામાનો વિરુદ્ધ જોરદાર પ્રદર્શન શરૂ કર્યું હતું. 

મૌલાના ઇમરાન માટે બન્યો હતો માથાનો દુખાવો
આ પ્રદર્શનો દ્વારા મૌલાનાએ ઇમરાન ખાન સરકાર માટે મુશ્કેલી ઉભી કરી અને કાયદો વ્યવસ્થા સમસ્યા બની હતી. પાકિસ્તાની સેનાના લોકોને તે ડર લાગી રહ્યો હતો કે રિઝવી ઇમરાન ખાન સરકાર માટે મુશ્કેલી બની શકે છે. પાકિસ્તાનના આ ઝેરી મૌલાનાએ ઈશનિંદા કાયદાને નબળો ન કરવા પર ભાર આપ્યો અને વર્ષ 2015માં તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનની સ્થાપના કરી હતી. પાકિસ્તાનના સૌથી વધુ પ્રભાવવાળા પંજાબ પ્રાંતમાં રિઝવીની સારી પકડ હતી. 

રિઝવીએ મમતાઝ કાદરીના મોતની સજાનો વિરોધ કર્યો
મૌલાનાએ પંજાબના ગવર્નરની વર્ષ 2011માં હત્યા કરનાર મુમતાઝ કાદરીના મોતની સજાનો વિરોધ કર્યો હતો. મુમતાઝ કાદરીએ પંજાબના ગવર્નર સલમાન તારીસના ઈશનિંદાના કાયદાને નબળો કરવાની માંગ બાદ તેની હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે પાકિસ્તાનમાં હંમેશા ઈશનિંદા કાયદાના નામ પર અલ્પસંખ્યકો અને અહમદિયા સમુદાયની સાથે અત્યાચારની ઘટનાઓ થતી રહે છે. ઇસ્લામની આલોચના કરવા પર ઈશનિંદા કાયદામાં દોષી સાબિત થનાર વ્યક્તિને મોતની સજા પણ થઈ શકે છે. 

વર્ષ 2018માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈશનિંદા કાયદામાં દોષી સાબિત થયેલી ઈસાઈ મહિલા આસિયા બીબીને છોડી દીધા બાદ રિઝવી અને તેના સંગઠને દેશમાં ભૂકંપ લાવી દીધો હતો. રાજધાની ઇસ્લામાબાદનો સંપર્ક ચારે તરફથી સપ્તાહો સુધી કપાય ગયો હતો. આ વિવાદનો ત્યારે ઉકેલ આપ્યો જ્યારે સેનાએ હસ્તક્ષેપ કર્યો અને એક સમજુતી કરાવી હતી. આ ડીલ બાદ પાકિસ્તાનના કાયદામંત્રીએ રાજીનામુ આપવુ પડ્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news