અલ્પેશ ઠાકોરે કર્યો ખુલાસો, ભાજપના કાર્યકરોમાં ન કરાવી શક્યો સ્વિકૃતિ
ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર સાયલાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પ્રચારની શરૂઆત પહેલાં અલ્પેશ ઠાકોરે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરતાં અનેક ખુલાસા કર્યા હતા.
ગૌરવ પટેલ, અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર સાયલાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પ્રચારની શરૂઆત પહેલાં અલ્પેશ ઠાકોરે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરતાં અનેક ખુલાસા કર્યા હતા. સાથે જ કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારા પક્ષ પલટાના નિર્ણયનો ઉદ્દેશ હું લોકો સુધીના પહોંચાડી શક્યો.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં મારી સ્વીકૃત ના કરાવી શક્યો. પાર્ટીમાં મારી સ્વીકૃતિ થવામાં વાર લાગી. હું રાધનપુરની પ્રજાને ના સમજાવી શક્યો. અલ્પેશ ઠાકોરે ઉમેર્યુ કે કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વના કારણે ધારાસભ્યોએ પાર્ટી છોડી. ધારાસભ્યોના પાર્ટી છોડવાની જવાબદારી સ્વીકારી નેતાઓએ રાજીનામું આપવું જોઇએ.
કોરોનામી મહામારીમાં રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી ટેકાના ભાવ ખેડૂતો માટે જાહેર કર્યા, લાખો દર્દીઓને કોરોનાની સારવાર આપી, મારો વિસ્તાર રાધનપુરને સહાય નહોતી મળી. મુખ્યમંત્રીને એક પત્ર લખતાં સહાય મળી હતી. તમામ લોકોને સુખાકારી આપી જેવા મુદ્દા સાથે તેઓ પ્રચાર કરશે. કોંગ્રેસના વિશ્વાસઘાત કેમ્પેઇન પર તેમણે કહ્યુ કે કોગ્રેસ ભાજપ સામે લડે છે કે પોતાના અસંતોષ સામે લડે છે એ નક્કી કરવુ જોઇએ.
છેલ્લા કેટલાક સમયમાં ૨૦થી વધારે ધારાસભ્યે પાર્ટી છોડી, ૨૬ લોકસભાની બેઠક હાર્યા. પાર્ટી હજુ સંગઠન જાહેર કરી શકી નથી મનપાની ચુટંણી સમયે વિપક્ષના નેતા રાજીનામું આપે. એવા સમયમાં આ કેમ્પેઇન એટલે શરૂ કરાયું કે ગુજરાત કોંગ્રેસનુ નેતૃત્વ પોતાની નિષ્ફળતા છુપાવવા માંગે છે. એમને જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઇએ.
રાહુલ ગાંધીએ જે વિશ્વાસ મુકયો એમાં બંને નેતાઓ ઉણા ઉતર્યા છે એટલે છુપાવવા આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું. વધુમાં તેમણે ઉમેર્યુ કે કોગ્રેસના કેમ્પેઇનનો કોઇ એજન્ડા નથી. રાજકારણમાં માત્ર સસ્તો આક્ષેપ છે કે રૂપિયા લીધા ક્યારે લીધા અને કોણે જોયા પાર્ટી છોડનાર ધારાસભ્યોને પુછો કે કંઇ નબળાઈ હતી કંઇ મજબૂરી હતી. તેમના વિસ્તારના વિકાસના કામ ન હતા થતા પાર્ટીનુ શિર્ષ નેતૃત્વ એમના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્પફ રહ્યું. માટે લોકો પાર્ટી છોડવા મજબુર બન્યા.
ત્યારે કોગ્રેસએ આત્મમંથન કરવાની જરૂર છે જો નેતાએને નહી સાચવી શકો તો પાર્ટી કંઇ રીતે સાચવશે. જો કોંગ્રેસમાં કોઇ એકને ટીકીટ મળે તો બાકીના દાવેદાર તેમને હરાવવા મથે છે. સરકાર બન્યા પહેલાં મુખ્યમંત્રીની હોડમાં કાંગ્રેસના નેતાઓ લાગી જાય છે. રાજ્યમાં યોજાઇ રહેલી પેટા ચુંટણી અંગે અલ્પેશ ઠાકોરે કહ્યુ કે પેટા ચુંટણી થોપી બેસાડવા માટે બંને પક્ષ જવાબદાર છે.
જે વિસ્તારમાં ચુટંણી છે તે વિસ્તારના લોકોને અલ્પેશે હિન્ટ આપીને કહ્યું કે વિરોધપક્ષના ધારાસભ્યોના વિકાસના કામ ગતીથી થતા નથી. ભાજપામાં અસંતોષ હોય તો આખી પાર્ટી મનાવવા જાય છે. કોગ્રેસમાં એક જ વાત છે જે જત હોય એ જાય ક્રીકેટ મેચ ટીમથી જીતાય છે, માત્ર એક કે બે ખેલાડીથી ન જીતાય. કોંગ્રેસે નેતાઓને સાચવ્યા હોય તો પેટા ચુટંણી ન આવી હોત. રાધનપુરમાં આજે પણ સ્થિતિ ખરાબ જો ભાજપમાં આવેલા નેતાઓ ફરી પક્ષ પલટો કરે કે નહી તે ના કહી શકું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube