Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેનો આજે અંતિમ દિવસ છે.  ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તેમણે જનતાને અપીલ કરી હતી કે અલ્પેશ ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં રાયસણ ખાતે પંચેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા હતા. ફોર્મ ભરતા પહેલા અલ્પેશ ઠાકોરની ગાંધીનગર ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.


ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને જીતાડવા કરી અપીલ
મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત કાર્યકરો સાથે હસી મજાક કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બધાએ કેમ તાળીઓ પાડી એ મને ખબર છે , જલ્દી પૂરું થાય એટલે... પરંતુ પાછળથી મહિલાઓએ બૂમો પાડી , દાદાને સાંભળવા તાળીઓ પાડી. ત્યારે સીએમે જણાવ્યું કે, પણ દાદા બઉ બોલતા નથી એટલે જલ્દી પૂરું થઇ જશે. કોરોના સમયે સગા પરિવાર એકબીજાના નહોતા થયા એવા સમયે ભાજપ કાર્યકરો લોકોની વચ્ચે હતા. ભાજપના કાર્યકરો ફક્ત ચૂંટણીલક્ષી કાર્યો કરતા નથી. 



મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હું અને મારી ટિમ સતત કામ કરી રહ્યા છે. નાનામાં નાનો નાગરિક આ વિકાસયાત્રા માં જોડાયો છે, એટલે એ આજે એમ કહે છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. પહેલા યોજાનાઓ બનતી હતી પણ લાભ નહોતો મળતો , ભાજપના રાજ્યમાં દરેક સરકારી યોજનાનો લાભ દરેકને મળે છે. આ ભાજપની કાર્યપધ્ધતિ છે. આપણે કોઈને હરાવવા નહીં પણ આપણે જીતવા નીકળ્યા છે એ પોઝિટિવ વાત કરવાની છે.


અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, 'મને તમારી સેવા કરવા, તમારા દિલમાં જગ્યા કરવાની એક તક આપો. આજે પ્રદીપભાઈએ મારી ખાતરી લીધી છે, ભારતીય જનતા પાર્ટીએ મારી ખાતરી લીધી છે અને હું પણ આપને કહું છું કે મારો વ્યવહાર અને મારું વર્તન એ હંમેશા આપના દિલમાં જગ્યા કરવા માટેનું હશે. મારો વ્યવહાર મારું વર્તન આ વિસ્તારમાં વિકાસ કરવાનું હશે. હું પણ તમારામાંથી આવેલો એક નાનો કાર્યકર્તા છું. હું તમને વિનંતી કરું છું કે અહીંથી કમળને જીતાડો.


અલ્પેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં તમામ જગ્યાએ વિકાસ પહોંચડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ગાંધીનગરના એક-એક ઘર સુધી વિકાસ પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. ત્યારે હું તમને વિનંતી કરુ છું કે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે મને એક સેવા કરવાની તક આપો.' 


આપને જણાવી દઈએ કે, અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. તો કોંગ્રેસે હિંમાંશુ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે મતદારોના દિલ જીતવા માટે કોણ સફળ થશે.