અમદાવાદ: સુરતના ચકચારી યુવતીના હત્યા કેસમાં આજે મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી. જોનારા લોકોનું હૃદય હચમચી જાય તેવા કરૂણ દ્રશ્યો સામે આવ્યા હતા. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુવતીની હત્યાથી સુરત સહિત આખુ ગુજરાત હચમચી ઉઠ્યું હતું. ત્યારે, ગ્રીષ્માની અંતિમ યાત્રામાં સુરત આખું હિબકે ચડ્યું અને સામાજિક તથા રાજકીય આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ યાત્રા મૃતક ગ્રીષ્મા વેકરીયાના ઘરેથી મિનિબજાર થઈને અશ્વિની કુમાર ગઈ છે. આ ઘટના બાદ અનેક લોકોનું નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ચર્ચા જગાવી છે.


ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હમણાંથી અનેક બનાવો બની રહ્યા છે. કેટલાંક અસામાજિક તત્વો છડેચોક આપણી મા, બહેન દિકરીઓ પર આંખ મારતા થયા છે. બે દિવસ પહેલાનો, ગઈકાલનો એક બનાવ જે સુરતમાં બન્યો.. જે ગમે તેવો મજબૂત માણસ હોય તેનું શરીર, દિલ ચોંધાર આંસુએ રડી જ પડે છે. ગમે તેવો માણસ હોય તે પણ હચમચી જાય તેવો બનાવ સુરતમાં બન્યો.. હું ભોળાનાથને પ્રાર્થના કરું છું કે મારા ગુજરાતમાં આવા બનાવો ના બને.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube