Live: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જીતુ વાઘાણીના હસ્તે પહેર્યો કેસરિયો ખેસ
કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે આજે અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવા માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા છે. તે દરમિયાન તેમના સમર્થકો દ્વારા ઢોલ નગાળા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે આજે અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવા માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા છે. તે દરમિયાન મોટી સખ્યાંમાં અલ્પેશ ઠાકોરના સમર્થકો દ્વારા ઢોલ નગાળા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમને કેસરીયો ખેસ પહેરાવ્યો છે. ત્યારે આ કાર્યક્રમ સમયે ગુજરાતના સીએમ વિજય રૂપાણી હાજરી આપી શક્યા નથી.
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની બંધ બારણે બેઠક પૂર્ણ થયા બાદ કાર્યક્રમ સ્થળ પર ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા બંને નેતાઓને કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો અને બંને નેતાઓનું ભાજપમાં વિધિવત સ્વાગત કરવામાં આવ્યું છે.
જીતુભાઇ વાઘાણી સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની બંધ બારણે બેઠક ચાલી રહી છે.
કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુલાકાત કરી અને થોડી જ વારમાં તેઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.
કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા
રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરી કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરના સુર બદલાયા હતા. ગઈકાલે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અમે સામેથી ભાજપામાં જોડાવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમજ ભાજપ તરફથી રાધનપુર બેઠક પરથી પેટાચૂંટણી લડવાની ઇચ્છા છે, પણ ટીકીટ આપવાનો નિર્ણય પાર્ટી કરશે. આમ, કોંગ્રેસમાં વારંવાર શિસ્તનો ભંગ કરનાર અલ્પેશ ભાજપામાં જોડાયા અગાઉ શિસ્તના ગુણગાન ગાવા લાગ્યા હતા. તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષ માટે ઘસાતુ બોલવા લાગ્યા હતા. કોંગ્રેસમાં તેમના રાજીનામાનો દોર પણ ભારે નાટકીય રહ્યો હતો.
વધુમાં વાંચો:- હાર્દિક પટેલના અલ્પેશ ઠાકોર અને ભાજપ સામે સણસણતા સવાલ, જુઓ વીડિયો
ઘણા લાંબા સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે અને તેને મંત્રી બનાવશે તેવી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. પરંતુ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા પાછળ ભાજપની પણ સોદાબાજી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યો લઈને ભાજપમાં આવે તો જ તેને મંત્રીપદ આપવું તેવી ચર્ચાઓ ચાલી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી અલ્પેશ ઠાકોરે પહેલ કરીને કોંગ્રેસમાંથી રાજીનામાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ અલ્પેશની સાથે રાજીનામા આપવા માટે અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્યો તૈયાર ન થતા અલ્પેશ ઠાકોર અટવાયો હતો.
વધુમાં વાંચો:- સીંચાઇનું પાણી નહીં અપાય તો વેરાવળના ખેડૂતો ઉગ્ર આંદોલનના મુડમાં
અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ સૌથી પહેલા જોવુ એ રહેશે કે તેમને શું સોંપવામાં આવશે. કારણ કે, કોંગ્રેસમાંથી પલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ભાજપે મંત્રીપદની લ્હાણી કરી છે, જેને કારણે પહેલેથી જ ભાજપમાં આંતરિક વિખવાદો શરૂ થયા હતા. ત્યારે હવે ભાજપ અલ્પેશ ઠાકોરને કઈ જવાબદારી સોંપશે તેના પર સૌની નજર છે.
જુઓ Live TV:-