હકીમ ઘડિયાલી/છોટા ઉદેપુર: ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ છોટાઉદેપરના કવાંટ તાલુકાના આંબાડુંગરના માનુકલા ફળિયામાં રસ્તાના અભાવે પ્રસ્તુના મહિલાને ઝોળીમાં નાખી આંબાડુંગર ગામે ટેકરા સુધી લાવમાં આવી, જ્યાંથી 108ને ફોન કરી કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવમાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહી જાણી કે...અંબાલાલ પટેલે ફરી ગુજરાત માટે જે આગાહી કરી તે છે અતિ ભયંકર!


ગુજરાતના છેવાડાનું અને છેલ્લું ગામ આંબાડુંગરના માનુકલા ફળિયા જે ગામ માટે વિકાસના વાયદા તો કરવામાં આવે છે. પરંતુ ગામના લોકોને વિકાસની ઝંખના સિવાય કાઈ મળ્યું નથી. વિકાસથી વંચિત આ ગામના લોકો આજે પાકા રોડ રસ્તાથી વંચિત છે. આરોગ્ય સેવાની 108ની ગાડીની જગ્યાએ ઝોળીનો ઉપયોગ કરીને પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવે છે. તો કેટલીક મહિલાઓના ઝોળીમાં જ હોસ્પિટલ પહોંચતાં પહેલાં મોત થયા હોવાના બનાવો બન્યા છે. 


મેટ્રોમાં પરીક્ષા વગર નોકરીની સુવર્ણ તક, 72600 રૂપિયા સુધી મળશે સેલેરી


ઝોળીના સહારે હોસ્પિટલ લઈ જવાતી મહિલાના વારંવાર બનતા બનાવોમાં સૌથી ગંભીર બનાવ તુરખેડા ગામે 1 ઓકટોબરના રોજ બન્યો. જેમાં રાત્રિના સમયે પ્રસૂતા મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં પરિવારના સભ્યોએ શું કરવું સમજાતું ન હતું. વિસ્તારના નેટવર્કના અભાવે 108ને ગામથી પાંચ કિ.મી દૂર આવેલ ખડલા ગામ સુધી આવે તે માટે ફોન પણ કરી શકતા ના હતા અને આખરે રાત્રિના બે વાગે ઝોળી બનાવીને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું. ગામના લોકો ભેગા થયા અને રાત્રિના અંધારામાં કાચા અને ઢોળાવ વાળા રસ્તે મોબાઈલની લાઈટના સહારે નીકળ્યા, પણ કમનસીબી એ રહી કે પ્રસૂતા મહિલાને અસહય પીડા ઉપડતાં રસ્તામાં જ ડિલિવરી કરાવવી પડી અને મહિલાએ બાળકીને જન્મ આપ્યો પણ તે બાળકીનું મોઢું જુવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું. પરિવારજનો અને ગામ લોકોને અફસોસ એ વાતનો છે કે સમયસર તેઓ મહિલાને હોસ્પિટલ પહોચાડી શકયા નહિ. 


રોહિત શર્માએ કોને ગણાવ્યા હારના ગુનેગાર? આ બંને ખેલાડીઓના નામ ખુલ્લેઆમ લીધું!


કાચા રસ્તાને લઇ અત્યાર સુધી કોઈ ધારાસભ્ય કે નેતા પહોંચ્યા નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે ત્યારે કાચા અને પાઠરાડ રસ્તાને કારણે 108 કે પછી કોઈ પણ ખાનગી વહન આંબાડુંગરના માનુકલા ફળિયા સુધી ના પહોંચ્યા. જેને લઈને ગામની પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોચાડવા માટે એક જ સહારો કાપડની ઝોળીમાં નાખી ગામ લોકો કાચા અને ઢોળાવ વાળા 3 કિ.મીના કાચા અને ઢોળાવ વાળા રસ્તે મુખ્ય રસ્તે લઈ જતા હોઈ છે. આ ગામના કેટલાક વિસ્તારના લોકો જળ માર્ગે એટલે કે નર્મદા નદીમાં થઈ હાફેશ્વર સુધી જાય છે. ત્યારે ગઈ કાલે પણ એક આંબાડુંગરના માનુકલા ફળિયામાં રહેતી રમીલાબેન રાઠવાનો જોળીમાં નાખી 108 સુધી પહોંચાડવામાં આવી હતી.


દિવાળી પહેલા ગુજરાતમાં મોંઘું થયું સોનું! જાણો ખરીદી કરવાનો કયો છે સારો અવસર, જાણો..


હાલ તો આઝાદીના 77 વર્ષ થઈ ગયા પરંતુ આજ દિન સુધી માનુકલા ફળિયામાં રસ્તો બન્યો નથી. જેને લઈને મહિલાઓને ઝોળીમાં નાખી 108 સુધી પહોંચાડવાની ફરજ પડે છે ત્યારે વહેલી તકે રોડ બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.