દિવાળી પહેલા ગુજરાતમાં મોંઘું થયું સોનું! જાણો ખરીદી કરવાનો કયો છે સારો અવસર, જાણો લેટેસ્ટ ભાવ
સુરતમાં જ્વેલર્સ ની દુકાનો પર ફિક્કી પડી છે. સોનાના ભાવ 80,300ને પાર કર્યું છે.અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારને કારણે સોના અને ચાંદીના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: દિવાળી સમયે ગોલ્ડના ભાવમાં ઓલ ટાઈમ હાઈ થતા સુરતમાં જ્વેલર્સનાં વેપાર પર 50% ટકા અસર જોવા મળી છે. દિવાળી સમયે ગોલ્ડના ભાવમાં ઓલ ટાઈમ હાઈ થયા છે. સોનાના ભાવો સતત વધતા જ્વેલર્સ વેપારીઓની ચિંતા વધી છે. દિવાળીના પર્વ પર જવેલર્સની દુકાનોમાં ખરીદી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે ગોલ્ડ ના ભાવમાં વધારો જોવા મળત દિવાળી સમયે સોનાની ખરીદીમાં નીરસતા જોવા મળી રહી છે.
સુરતમાં જ્વેલર્સ ની દુકાનો પર ફિક્કી પડી છે. સોનાના ભાવ 80,300ને પાર કર્યું છે.અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારને કારણે સોના અને ચાંદીના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. ચીન અને સાઉદી અરેબિયાના દેશો દ્વારા સોનાની ખરીદી કરાતા વૈશ્વિક બજાર પર મોટી અસર છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસર સોનાના ભાવ પર પડી છે. ફેડરલ બેંક તરફથી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાતા સોનાના ભાવ પહોંચ્યા આસમાને છે.
જીઓ પોલિટિકલ ટેન્શન, US ઈલેક્શનની અનિશ્ચિતતા તેમજ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાના પગલે સલામત રોકાણ તરીકે બુલિયનમાં રોકાણ વધી રહ્યું છે. જેના પગલે વૈશ્વિક સોના-ચાંદીમાં ભારે તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજાર પાછળ સ્થાનિક બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવો તેની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. દિવાળી પૂર્વે જ સોનાના ભાવો આસમાને પહોંચી જતાં તહેવારોમાં જવેલરીની માંગ ફિક્કી રહેવાની ધારણા છે.
સુરતમાં ૨૪ કેરેટ સોનું ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૦૦ વધીને રૂ. ૮૦,૩૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. તેવી જ રીતે ૨૨ કેરેટ સોનાનો ભાવ વધીને રૂ. ૮૦,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. ચાંદીના ભાવ રૂ. ૩,૦૦૦ વધીને રૂ. ૯૫,૫૦૦ના વિક્રમી સ્તરે પહોંચી ગયા હતા. વૈશ્વિક સોનાનો ભાવ પણ તેની મલબાર ગોલ્ડ & ડાયમંડ્સ નવી ટોચે જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું ૧૨ ડોલર વધીને ૨,૭૨૨ ડોલર પ્રતિ ઔંસ થયું હતું, તેમજ ચાંદી ૧.૬૦ ડોલર વધીને ૩૩.૭૩ ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. વાયદામાં શુક્રવારે MCX સોનાના ડિસેમ્બર વાયદાએ રૂ. ૭૭,૮૩૯ પ્રતિ ૧૦ ગ્રામની સર્વોચ્ચ સપાટી બનાવ્યા બાદ રૂ. ૭૭,૭૪૯ પર બંધ થયો હતો. MCX ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં રૂ. ૯૫,૫૨૧ની નવી ટોચે પહોંચ્યા બાદ રૂ. ૯૫,૪૦૨ પ્રતિ કિલોના લેવલે બંધ થયો હતો. કોમેક્સ સોનું ૨૮.૯૦ ડોલર ઊછળી ૨,૭૩૬.૪૦ ડોલર પ્રતિ ઔંસ પહોંચ્યું હતું.
જ્વેલર્સના માલિકોએ જણાવ્યું હતું કે US ની ચૂંટણી આસપાસની અનિશ્ચિતતા, ઇઝરાયલ- ઈરાન અને લેબેનોન વચ્ચે તણાવથી વેસ્ટ એશિયાની જીઓ-પોલિટિકલ સ્થિતિ અને પશ્ચિમી દેશોની નબળી ઈકોનોમિક સ્થિતિએ બુલિયનમાં તેજીને જોર આપ્યું છે. બીજી બાજુ ભારત અને કેનેડાના સંબંધોને કારણે પણ તંગદિલી જોવા મળે છે. CME ફેડવોય ટુલ અનુસાર, વેપારીઓ હજુ પણ નવેમ્બરમાં ફેડરલ રિઝર્વના દરમાં કાપની ૮૮% શક્યતા જુએ છે.
ઝવેરીઓએ જણાવ્યું હતું કે, સોનામાં અચાનક જે રીતે ભાવ વધ્યા છે તેના કારણે ગ્રાહકોના મનમાં એક સાઇકોલોજિકલ અસર આવે છે જેનાથી દિવાળીની ઘરાકીને અસર થશે. જો ભાવ રૂ. ૭૭,૦૦૦-૭૮,૦૦૦ આસપાસ રહ્યા હોત તો સારી ડિમાન્ડ રહેવાની ધારણા હતી. અત્યારે સોનું રૂ. - ૮૦,૦૦૦ને પાર થઈ જતા ગ્રાહકો ભાવ સ્થિર થવાની અથવા નીચા આવે તેની રાહ જોશે. હાલ જે સ્તરે ભાવ છે. હાલ ગ્રાહકે પર 50% જેટલી અસર જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે