Gujarat Tourism: ઝી બ્યુરો/બનાસકાંઠા: અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે. રૂપિયા 2000 કરોડના ખર્ચે અંબાજી ધામનો વિકાસ થશે. આગામી 3 વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદભુત બનશે. અમદાવાદ સુરતનો જે પ્રકારે વિકાસ થયો છે તેવો વિકાસ અંબાજીનો થશે. અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તારનો વિકાસ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 16થી 20ની વચ્ચે કંઈક નવું થશે! આ આગાહીથી લોકો થથરી ગયા, જાણો વિગતે


અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલે મીડિયાને આ વિશે વિગતવાર માહિતી આપી હતી. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે. બીજા કોરીડોરની માફક "જય મા કોરીડોર" પણ અંબાજી ખાતે બનાવાશે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. 


BREAKING NEWS: ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર, જાણો શું છે નવી તારીખ?


અંબાજી નું મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીના ઘણી બધી વ્યવસ્થા ગટર, પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. અંબાજીનું ડેવલપ પ્લાન પણ બની ગયું છે ને મંજૂરી હેઠળ છે. 6 ટીપીની કામગીરી પણ શરૂ કરાશે. જયારે ટીપી બનશે ત્યારે અમદાવાદ- સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ પણ અંબાજી કરાશે. 


નીતિન પટેલ કોંગ્રેસના કદાવર નેતા અશોક ગહેલોતને ગળી જશે, મંચ પર 'ઠહાકા' ભારે પડશે


ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા 97.32 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્‍છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા મળીને 8 ગામો સમાવિષ્ટ છે. અંબાજી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરીઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘનચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડીટેઇલ્ડ રિપોર્ટને ઓથોરિટીની બોર્ડ બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો.


આ કોઈ રાજમહેલ નથી, સુરત એરપોર્ટ છે; જૂઓ હીરાની જેમ ચમકતા એરપોર્ટની અંદરની ઝલક


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પાણી પુરવઠા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના સમગ્રતયા રૂ. 97.32 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાત્રિક સુવિધાના વિકાસ કામો તથા પ્રવાસન આકર્ષણોને પરિણામે આ યાત્રાધામમાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે. અંબાજી અને આસપાસના ગામોમાં હવે આ નવા વિકાસ કામો હાથ ધરાવાને પરિણામે સ્વચ્છતા જળવાશે અને યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે.