Ambaji Temple: શક્તિપીઠ અંબાજી આગામી સમયમાં એક નવારૂપ રંગ સાથે જોવા મળશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે વારાણસીમાં કોરિડોર બનાવી સાથે અનેક સુવિધાઓ કરીને વારાણસીની શકલ બદલી નાખી તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનથી અંબાજીનો વિકાસ થનારો છે. જેના સૌપ્રથમ ફેઝમાં અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે. જેના પગલે શ્રદ્ધાળુઓ મંદિરમાં દિશાયંત્રના દર્શન કરી સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા મુદ્દે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર, સમગ્ર ભરતી..


અઢી કિલોમીટરના આ કોરિડોર ઉપર પગપાળા અને ઇલેક્ટ્રિક વાહન આમ બને રીતે જઈ શકાશે. સાથે આ પ્રોજેક્ટથી અંબાજીના મુખ્ય મંદિરનું પરિષર પણ ત્રણ ઘણું વિસ્તૃત કરાશે અને ગબ્બર પરિષર ડબલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. આ કોરિડોર રૂટ ઉપર દિવ્યદર્શની ચોક,પાર્કિંગ, એમેનીટીઝ બ્લોક, ટુરિસ્ટ ફેસેલિટી,રોપવે ટર્મિનલ, સતીસરોવર, સતીઘાટ,ઈવી સ્ટોપ અને ઇવેન્ટ ગ્રાઉન્ડ પણ બનશે. હાલના તબક્કે આ મહત્વના પ્રોજેક્ટને લઇ સર્વેની કામગીરી પ્રારંભ કરી દેવામાં આવી છે. જેના માટે આ માર્ગ પર આવતા કેટલાક રહેઠાણોને બિલ્ડીંગોને દૂર કરવાની નોટિસો પણ આપવામાં આવી છે.


આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, મોટી આગાહી


એવું મનાઈ રહ્યું છે કે અંબાજી નું વિકાસલક્ષી પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે, જ્યાં યાત્રિકોના સ્વાગત માટે આગમન પ્રાંગણમાં જ વિશાળ ચાચરચોક બનશે ને આ કોરિડોર પર સૌથી પહેલા દિવ્યદર્શની ચોક બનાવવામાં આવશે, જ્યાં વિવિધ કેન્દ્રો સ્થાપિત કરાશે. ત્યાં સ્થાનિકોને વિશેષ રોજગારી મળી રહે તે માટે આ કોરિડોર પર રિટેઇલ સ્ટ્રીટ પણ બનશે.


શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ! કોણે કરી કટકી?


સતી સરોવરની આગળ મેદાનમાં 120 મીટર પહોળો ઇવેન્ટ પ્લાઝા અને ગરબા ગ્રાઉન્ડ નિર્મિત કરાશે. અંબાજીમાં શક્તિપથ અંતર્ગત દિશાયંત્ર, અંબાજી મંદિર અને ગબ્બરગઢ સહીત માનસરોવર, રેલવે સ્ટેશન તેમજ કામાક્ષી મંદિરને પણ તોડવામાં આવશે. આ સંપૂર્ણ કામગીરી જે રીતે હાલમાં સર્વે ચાલી રહ્યું છે, તે જોતા આગામી ઓક્ટોબરથી કામ શરુ થશે અને અંદાજે ત્રણ વર્ષ એટલે કે 2027 સુધીમાં પુરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.