આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, અંબાલાલની ભયાનક આગાહી
Ambalal Patel Rain Forecast: 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની સાથો-સાથ અંબાલાલ કાકાએ પણ વરસાદનું અલ્ટીમેટમ આપી દીધું છે. હવામાન વિભાગની સાથો-સાથ અઆગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી દીધી છે.
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં-ક્યાં થયો વરસાદ?
છેલ્લાં 24 કલાકમાં રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વરસાદી આંકડાઓની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કુલ 175 તાલુકામાં વરસાદ થશે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.5 ઈંચ, ડાંગના આહવા અને વઘઈમાં વરસ્યો 2 ઈંચ, નવસારીના વાંસદા, વલસાડમાં પણ પણ 2 ઈંચ, ખેડાના કપડવંજ અને નડિયાદમાં પોણા 2 ઈંચ, રાજ્યના માત્ર 16 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો.
આજે ક્યાં-ક્યાં છે વરસાદી માહોલ?
રાજ્યમાં આજે સવારથી જ છવાયો છે વરસાદી માહોલ.સવાર સવારમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાઈ ચુક્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠાના અલગ અલગ તાલુકામાં વરસાદ. ડાંગ, વલસાડ, તાપીમાં પણ સવારે વરસાદી માહોલ.
આજે ક્યાં-ક્યાં થશે ભારે વરસાદ?
આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી. સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ અલર્ટ. બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, તાપીમાં પડશે ભારે વરસાદ. ડાંગમાં પણ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી. આવતી કાલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પડશે ભારે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં પણ પડશે ભારે વરસાદ. આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે.
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે.
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે રાજ્યમાં 26થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે. 17 ઓગસ્ટથી મચ્છર-માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી. તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઉભી થાય તો કૃષા પાકોમાં રોગો આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૧-૧૨ ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં આ દિવસોમાં વરસાદ આવી શકે છે. તો ૨૩ ઓગસ્ટથી વરસાદી ઝાપટા રાજ્યમાં પડશે. ૨૬ થી ૩૦ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા આવશે.
દરિયો હવે તોફાની બન્યો છે. જેને કારણે ફરી વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જોકે, આ વખતે વરસાદ આવશે પણ સાથે પવનને પણ ખેંચી લાવશે. એટલે ગુજરાત પર મોટું સંકટ આવી શકે છે. કારણકે, હવામાન વિભાગની આગાહી બાદ આગાહીકાર અંબાલાલે પણ કહ્યું છેકે, ગુજરાતમાં લગભગ 50 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. જો આવું થશે તો સ્થિતિ ગંભીર બની શકે છે. ઘણા સ્થળોએ અકસ્માતના કેસ, છાપરા ઉડી જવાના બનાવ અને જૂના પુરાણા મકાનો અને રસ્તા પરના મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થવાની દહેશત છે.
ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આજે ઉત્તર ગુજરાતમાં તો બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ નર્મદા અને ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં દરિયામાં તોફાન અને ભારે પવનની અસર રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પણ જોવા મળશે. ખાસ કરીને કાંઠા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. અંદાજે 45 થી 50 કિ.મી. ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે સર્જાયુ સાયક્લોનિક સર્ક્યુલેશન. 45 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન. હવામાન વિભાગની 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાઉકસ્ટે જાહેર કરી છે ભારે વરસાદની આગાહી. રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
Trending Photos