ઝી ન્યૂઝ/સાબરકાંઠા: યાત્રાધામ અંબાજીમાં આજે ગબ્બર ગોખના દર્શન કરવા જવાના હોય તો જરા આ સમાચાર તમારા કામમાં આવી શકે છે. અંબાજીમાં આજે ગબ્બર દર્શન બપોરે 3 વાગ્યા પછી બંધ કરવામાં આવશે, બપોર પછી શ્રદ્ધાળુઓને દર્શન માટે પરવાનગી આપવામાં આવશે નહીં. તેના પાછળનું કારણ ગબ્બરગઢ ઉપર મધપૂડા ઉડાડવાની કામગીરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગબ્બર પર મધપૂડા ઉડાડવાની કામગીરીના કારણે આજે બપોર પછી ગબ્બર દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મંદિર ટ્રસ્ટ ચૈત્રી નવરાત્રિ ચાલતી હોવાથી શ્રદ્ધાળુઓને નિરાશ કરવા માંગતી નથી, જેના કારણે અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આવતી કાલથી એટલે કે તારીખ 5-4- 2022થી ભક્તો રાબેતા મુજબ ગબ્બર ગોખનાં દર્શન કરી શકશે.


આજે ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો હડતાળ પર, કહ્યું; 'આ સરકારના લોકો ગાંધી ચિન્ધા માર્ગે જાગે તેમ નથી..'


આ વિશે મળતી માહિતી પ્રમાણે, અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્યસ્થાન એવા ગબ્બર પર્વત પર આવતા શ્રધ્ધાળુઓને પર્વતની શીલાઓ ઉપર બેઠેલા ભમરિયો, મધની માખીઓ કરડવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ મધમાખીઓ ઉડાવવા માટેની કામગીરી કરવામાં આવતાં ગબ્બર દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


જાણવા મળી રહ્યું છે કે, અંબાજીમાં આજે ગબ્બર ખાતે પરંપરાગત વિધિ કર્યા બાદ જંગલોમાંથી વાંસના લાકડા લાવી તેની નિસરણી બનાવી દેશી પદ્ધતિથી ઠાકોર પુજારીઓ જીવના જોખમે આ મધપુડા ઉડાડવાનું કામ વર્ષોથી કરે છે, અને આજે પણ તેઓ કરશે. તેઓ લીમડાના પાન સળગાવી ધુમાડો કરી ગળા  ઉપર રસ્સા બાંધી જમીનથી અંદાજે 500 ફૂટ ઉપર કામ કરે છે. જેમને મધમાખી કરડતી નથી. અંબાજી મંદિર ટ્રસ્ટ સહયોગ આપે છે.


નોંધનીય છે કે, યાત્રાધામ અંબાજીથી 3 કિમી દૂર આવેલુ ગબ્બર પર્વત અરાવલી પહાડોની વચ્ચે આવેલો છે. આ પર્વત પર જવાના 999 પગથિયાં છે. અને ઉતરવાના 765 પગથિયા છે. અને રોપ-વે માર્ગથી પણ ઉપર જઈ  શકાય છે.