આજે ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો હડતાળ પર, કહ્યું; 'આ સરકારના લોકો ગાંધી ચિન્ધા માર્ગે જાગે તેમ નથી..'
ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતરવાના છે, ત્યારે તેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતર્યા છે. પોતાની માગણીઓ ઉકેલવાની માંગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે. હડતાળ મુદ્દે જીએમટીએ પ્રમુખે જણાવ્યું છે કે અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. પડતર માંગણીઓ મુદ્દે 2012 થી લડત ચાલુ છે. તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ ના આવતાં આજથી 5 કેડર એસોસિયેશન પણ હડતાળમાં જોડાયાં છે.
ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતરવાના છે, ત્યારે તેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે. OPD અને ઇમરજન્સી સહિતના તમામ કાર્યોથી ડોકટરો અળગા રહેવાના છે.
જીએમટીએ પ્રમુખે રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે સી મકવાણાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. પડતર માંગણીઓ મુદ્દે 2012 થી લડત ચાલુ છે. ૧૬- ૫-૨૦૨૧ ના રોજ એનપીએ માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો. અત્યાર સુધી ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઇ નિવેડો આવ્યો નથી. ૩૧ માર્ચ વીતી ગયા હોવા છતાં અમારી માગંણીના ઠરાવ થયા નથી. અમારો ભરોસો તુટ્યો છે, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો, છ સરકારી મેડીકલ કોલેજના ડોકેટરથી લઇ પીએચસીની ડોકટર હડતાળમાં જોડાશે. તેમણે જણાવ્યું કે, આ સરકારના લોકો ગાંધી ચિન્ધા માર્ગે જાગે તેમ નથી માટે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. ઓપીડી યુનિવર્સીટી અને ઇમરજન્સી સહિતના તમામ કાર્યોથી ડોકેટર અળગા રહેશે. અમે વારંવાર પ્રત્યન કર્યા પણ સરકાર સાંભળતી ન હોવાથી છેવટે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, અમારા દર્દીઓને બાનમાં લેવાનો કોઇ પ્રયાસ નથી. જો દર્દીને કંઇ થાય તો તેના માટે સરકારનો નાણા વિભાગ જવાબદાર રહેશે. રેસીડેન્સ ડોકટર અને એએમસીના ડોકેટર હડતાળમાં નથી એટલે દર્દીઓને અગવડ નહી પડે.
શું છે રાજ્યના સરકારી ડોકટરોની માગ?
ડોક્ટરોની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે. છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે. 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો પરંતુ આ માંગણીઓનો ઠરાવ 22 નવેમ્બરે રદ કરવામાં આવ્યો છે તેને ફરી અમલમાં લાવવામાં આવે. રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે. તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે. થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે