ઝી બ્યુરો/બનાસકાંઠા: અંબાજી શક્તિપીઠ થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર પાસેથી સરસ્વતી નદી નીકળીને સમગ્ર ગુજરાતમાં જાય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ 12 જ્યોતિર્લિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં અમાવસ, અગિયારસના દિવસે સ્નાન કરવાનો અનેરો મહિમા છે, ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે કોટેશ્વર મહાદેવથી પાલખીયાત્રા નીકળી હતી અને વિવિધ શિવ મંદિરમાં ફરીને કોટેશ્વર નીજ મંદિરે પરત આવી હતી અને રાત્રે કોટેશ્વર મહાદેવ મંદિરના સરસ્વતી કુંડ પર 2100 દીવાની મહા આરતી કરવામાં આવી હતી,જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ભૂપેન્દ્ર પટેલ સરકારની OBC સમુદાયને ઐતિહાસિક ભેટ, હવે 27 ટકા અનામત ફરજિયાત


અંબાજી પાસે આવેલા કોટેશ્વર મહાદેવ પ્રાચીન અને પૌરાણિક મંદિરની વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી આવતા ભક્તો કોટેશ્વર મહાદેવ ખાતે દર્શન કરવા અચૂક આવતા હોય છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સરસ્વતી નદીના કુંડ ઉપર 2100 દિવાની મહા આરતી કરવામાં આવી હતી. 


દેખાડો બંધ કરો! વડોદરામાં હોસ્પિટલ સીલ કરવાનું માત્ર નાટક, રિયાલટી ચેકમાં ખુલાસો


અંબાજી કોટેશ્વર સહિત બહારથી આવેલા માઈ ભક્તો મહા આરતીમાં ભાગ લીધો હતો. આ આરતી વર્ષમાં એક વખત આરતી થતી હોય છે. અંબાજી આવતા ભક્તો મોટી સંખ્યામાં કોટેશ્વર ખાતે આવતા હોય છે આજે મહા આરતી માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હર હર મહાદેવ ના નાદ થી કોટેશ્વર ગુંજી ઉઠ્યું હતુ.


અજીબોગરીબ કિસ્સો! આંગડિયા લૂંટ કરી લૂંટારુઓએ પોલીસ પર હુમલો કર્યો, 11.25 લાખની લૂંટ