ઝી બ્યુરો/બનાસકાંઠા: ગુજરાતનું એક માત્ર શક્તિપીઠ અંબાજી એ રાજ્યના અન્ય મંદિરોની હરોળમાં સૌથી મોટું અને ધનાઢય માનવામાં આવે છે. 51 શક્તિપીઠના મંદિરોમાં અંબાજીનું એક માત્ર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અંબાજી મંદિરને સોને મઢવાની કામગીરી ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા કામદારોના ઘરો થશે પ્રકાશિત, આ કંપનીની મોટી જાહેરાત


શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગુજરાત નહિ પણ ભારતભરના લોકો પગપાળા કે મોટરમાર્ગે અંબાજી દર્શાનર્થે પહોંચે છે. જેમની સંખ્યા ઉપર નજર કરીયે તો માત્ર ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં જ 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા ચાલીને દર્શને પહોંચે છે ને વર્ષભરમાં કરોડ ઉપર શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે. 


આ પાક પકવતા ખેડૂતોની હાલત કથળી! માર્કેટ યાર્ડનું વેકેશન ખુલતા ભાવ સાંભળી ભાંગી પડ્યા


હાલમાં જે રીતે દિવાળીના પર્વને લઇ અંબાજી મંદિરમાં 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કર્યા હતા ને સાથે માતાજીનો ભંડાર પણ છલકાવી દીધો હતો. આ દિવાળીની સીઝનમાં અંબાજી મંદિરમાં એક કરોડ તેત્રીસ લાખ ઉપરાંત છૂટક હાથે નાખેલા રોકડ રકમ દાનમાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ભેટ પૂજા ગણિયે તો મંદિરને ભેટમાં સોનાની પાટ, સોનાની લગડીઓ, ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની પાવતી ભેટ મળીને કુલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આ દિવાળીની સીઝનમાં દાગીના અને રોકડ રકમ મળીને 2.68 કરોડ ઉપરાંતની દાનભેટ મળવા પામી છે.


ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તનના સર્ટિફિકેટનો પ્રથમ કિસ્સો, તંત્ર મૂંઝવણ


અંબાજી મંદિરમાં યાત્રિકોનો પ્રવાહ વધી રહ્યો છે, તે પ્રમાણે દાનભેટનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. અંબાજી એક એવું શક્તિપીઠ છે જ્યાં પહેલાના સમય પૂનમના રોજ મેળાવડા જોવા મળતા હતા, પણ હવે રોજેરોજને રવિવાર પુનમ કે અન્ય રજાના દિવસોમાં પણ રોજિંદા હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે છે.