પરખ અગ્રવાલ/બનાસકાંઠા :આવતીકાલ 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવું આયોજન કરાયું છે. અંબાજી મંદિરમાં હિન્દુઓના વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 2 એપ્રિલને ચૈત્રી નવરાત્રિથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ નવરાત્રિના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરતી અને દર્શનનો સમય 


  • સવારે આરતીઃ- 07.00 થી 07.30 કલાકે

  • ઘટ સ્થાપન સવારે  - 9.00 થી 10.30

  • સવારના દર્શનઃ- 08.30 થી 11.30

  • બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી

  • સાંજની આરતીઃ- 19.00 થી 19.00

  • સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રિનાં 21.00 સુધી ખુલ્લા રહેશે.


અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકરે જણાવ્યં કે, ચૈત્ર સુદ આઠમ તારીખ 8 એપ્રિલના રોજ સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પૂનમ તારીખ 16 એપ્રિલ સવારે સવારે આરતી 6.00 કલાકે થશે. જોકે આમ તો વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રિની મહત્વ હોય છે. આ વસંતીય ચૈત્રી નવરાત્રિને લઇ અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. આ વખતે અંબાજી મંદિરમાં નવ દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પરમિશન પણ આપવામાં આવી છે.