અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે બે દિવસ બાદ ભાદરવી પુનમનાં મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાદરવી પુનમનો મેળો 5 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ ચાલશે. આ મેળામાં આવતાં લાખ્ખો પદયાત્રીઓને શાંતી અને સરળતાથી દર્શનનો લાભ સરળતાથી મળી શકે તે માટે મેળાનાં આ છ દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનનાં સમયમાં પણ વધારો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાનાં છ દિવસ સવારની આરતી 05.00 થી 05.30 સુધી થશે. સવારે દર્શન 05.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30 થી રાતનાં 09.00 ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.


સવારે આરતી .... 05.00 થી 05.30
સવારે દર્શન...... 05.30 થી 11.30
બપોરે દર્શન..... 12.30 થી સાંજ નાં 05.00
સાંજે આરતી .... 07.00 થી 07.30
સાંજે દર્શન....... 07.30 થી મોડી રાતનાં 12.00 કલાક સુધી રહેશે


ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં શરુ થતા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહીત દાંતા તાલુકાની 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મીની વેકેશન જાહેર કરાયું છે. અંબાજી ભરાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન કાયદોને વ્યવસ્થા જાળવવા હજારોની સંખ્યામાં આવતા સુરક્ષા કર્મીઓને રહેવા માટેની સુવિધાઓ પુરી પાડવા આ શાળાઓનો ઉપયોગ કરાતો હોવાથી આ શાળાઓમાં આજથી રજા પાડી દેવામાં આવી છે. 


દાંતા તાલુકામાં મેળાના બંદોબસ્તને લઈ 45 જેટલી શાળાઓનો ઉપયોગ કરાતા તમામ શાળાઓમાં 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી શાળાઓને સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા માટે વહીવટીતંત્રને સોંપી દેવા જિલ્લા શિક્ષણ અધિકારીના પાઠવેલા પત્ર અનુસાર આ તમામ શાળાઓમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.


એટલું જ નહીં અંબાજીમાં ભરાતા મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો વચ્ચે વાલીઓ પણ પોતાના નાના બાળકોને શાળાએ મોકલતા નથી. જેને લઈને પણ શાળાઓમાં બંધ જેવો જ માહોલ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube