પરખ અગ્રવાલ, બનાસકાંઠા: રાજ્યમાંથી કોરોના કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો એવામાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરાતા મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના સંક્રમણને લઇને અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો મોકુફ રખાયો છે. જેના કારણે અંબાજી મંદિર પણ મેળાના 4 દિવસ પહેલાથી એટલે કે આજથી (24 ઓગસ્ટ) દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યના આ બે શહેરમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 13 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો


યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27મી ઓગસ્ટથી યોજાનાર ભાદરવી પૂનમનો મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આજથી (24 ઓગસ્ટ) 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.


આ પણ વાંચો:- રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા, સોશિયલ ડિસ્ટનસિંગ સાથે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા


અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેયાર કરાયેલી ધજાઓનું મંદિર સભા મંડપમાં રાખી સાસ્ત્રોક્ત વીધીથી બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી અને તમામ સંઘોનુ સંચાલન કરતું ભાદરવી પૂનમીયા સેવાસંઘના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યાં હતા. આ તમામ ધજો જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈને આવે છે તેમના વતન પહોચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વખતે મેળો અને મંદિર બંધ રહેતા યાત્રીકોને ઘરબેઠા નિહાળી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરાશે.


આ પણ વાંચો:- મોરબીમાં જળબંબાકાર: ટંકારામાં 10 ઈંચથી વધુ વરસાદથી લોકો ફસાયા, મચ્છુ ડેમ ઓવરફ્લો


અગાઉ ચૈત્રી પૂનમમાં આરતીનું જીવંત પ્રસારણ કરાયું હતું તેજ રીતે સોશિયલ મીડિયા દ્વારા ઘરે બેઠા માતાજીના દર્શન આરતીનો લ્હાવો આપવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે આ વખતે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 300 વર્ષની પદયાત્રાની પરંપરા તુટશે પણ હાલ કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા લેવાયેલા પગલાને સંઘવીઓએ પણ આવકાર્યો હતો અને આવતા વર્ષે મેળો ફરી રંગેચંગે ભરાય તેવી પ્રાર્થના કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર