Banaskantha News: યાત્રાધામ અંબાજીનાં ગબ્બર વિસ્તારમાં આજે એકાએક દીપડો દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગબ્બર પર્વત પાસે જંગલી પ્રાણીના લીધે 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ આજે બંધ રાખવામાં આવ્યો છે. ગબ્બર આસપાસના વિસ્તારમાં જંગલી જાનવર ફરી રહ્યું હોવાના સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો હતો, ત્યારબાદ તંત્ર સાવચેત થઈ ગયું હતું. વન વિભાગ તરફથી સાંજના અને રાત્રિના સમયે આવા વિસ્તારમાં ન જવા સૂચન પણ કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ-પાલનપુર, સુરેન્દ્રનગર સહિત 21 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે, જાણો શું સગવડો મળશે


ગબ્બર ઉપર જવા ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ જંગલી જાનવરના આગમનને લઈને આજે સવારથી બંધ રાખવામાં આવ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અહીં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, અને તેઓ યાત્રિકોને જવા દેતા નથી. વન વિભાગ તરફથી જંગલી જાનવરની જાણકારી મેળવવામાં આવી છે. બીજી બાજુ ગબ્બર પર્વત પાસે જંગલમાં રહેતા આદિવાસી પરિવાર દીપડાના ભય સાથે જીવી રહ્યા છે. જંગલી જાનવર તેમના કુતરા અને બકરાનું મારણ કર્યું હોવાની પણ વાત સામે આવી છે. 



કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 15 લોકોના મોત, અનેક ઘાયલ


બીજી બાજુ આદિવાસી પરિવાર ઘરે નાના છોકરાઓની રક્ષા કરતુ જોવા મળ્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને રેસ્ક્યું કરવાં પાજરું મૂકાયું છે. લેબર કામગીરી કરતા લોકોએ દીપડો જોતા વીડિયો બનાવ્યો હતો. વન્ય અભ્યારણ્ય અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગ એકશન મોડમાં આવ્યું છે.


ભૂખ્યા પેટે સૂઈ જતા, 90 રૂપિયા હતો પગાર, છતાં હિંમત ન હારી...આજે છે સફળ બિઝનેસમેન


છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો    
બીજી એક વાત એ સામે આવી છે કે ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરની વસતી ગણતરી મુજબ રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. 2016માં 1395 હતી, તે 2023માં વધીને 2274 પર પહોંચી છે. સૌથી વધુ દીપડા જૂનાગઢમાં છે, અહીં 578 દીપડાનો વસવાટ છે, જ્યારે ગીર સોમનાથમાં 257 દીપડા છે.


Friendship Day 2023: મિત્રની મૂર્તિ બનાવી રોજ પૂજા કરે છે આ ગુજરાતી