ઝી બ્યુરો/અંબાજી: યાત્રાધામ અંબાજી એક વિશ્વવિખ્યાત શક્તિપીઠ મનાય છે જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા આ જગત જનની માં અંબેના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે અને ખાસ કરીને અંબાજી આવતા ભક્તો માતાજીના મોહનથાળનો પ્રસાદ લેવાનું ચુકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PF એકાઉન્ટ માટે વધશે વેજ લિમિટ! જાણો કેવી રીતે થશે 33000 રૂપિયાનો ફાયદો?


અંબાજી મંદિરનો મોહનથાળ પણ જગવિખ્યાત બન્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓ ને ઘરે બેઠા પ્રસાદ મળી રહે તે માટે અંબાજી મંદિરે ઓનલાઇન પ્રસાદ ની વ્યવસ્થા કરેલી છે અને તેમાં પણ હવે અંબાજી મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા શ્રદ્ધાળુઓના જન્મ દિવસ કે લગ્ન તિથિ હોય કે પછી અન્ય કોઈ સારા પ્રસંગે જે તે તારીખે પ્રસાદ મંગાવા ઇચ્છતા હોય તેના માટે પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 


સોનામાં લાગ્યું ટોપ ગિયર! બધા રેકોર્ડ તૂટ્યા, ભાવ જાણી આંખે અંધારા આવી જશે, જાણો રેટ


યાત્રિકોએ પોતાના સ્થળેથી જે તે શુભ પ્રસંગની તારીખ સાથે મંદિરની વેબ સાઈટ ઉપર ઓનલાઇન પ્રસાદ બુક કરવાનું રહેશે. ઓછામાં ઓછા ચાર પેકેટ એટલે કે રૂપિયા 100ના ગુણાંકમાં મોહનથાળ અથવા ચીકીના પ્રસાદનો ઓર્ડર કરવાનો રહેશે.  


કોર્ટનો આદેશ! પત્નીએ દર મહિને બેરોજગાર પતિને આપવા પડશે 10 હજાર રૂપિયા


ખાસ કરીને અંબાજી મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા યાત્રિકો પાસેથી કોઈ પણ જાતના ડીલેવરી ચાર્જ લેવાતો નથી ને જે પ્રસાદ મંગાવાનો છે તેની મૂળ કિંમતમાં જ તેને ગુજરાત કે પછી દેશ સહીત વિદેશમાં પણ પ્રસાદ મોકલવાની વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓને પોતાના શુભ પ્રસંગે પણ માં અંબેનો પ્રસાદ મળી રહેશે.