Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરાયુ છે. એક બાજુ સુરજદાદા માથે ચઢીને માથુફાડી નાંખે એવી ગરમી વરસાદી રહ્યાં છે. એક તરફ હવામાન વિભાગ ભારે ગરમી માટે તૈયાર રહેવાની આગાહી કરી રહ્યું છે. બીજી તરફ વરુણ દેવ ખેડૂતોની મહેનત પર મુસીબતનું પાણી વરસાવી રહ્યાં છે. રાજ્યના કેટલાં વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી પડશે રજાઓ


હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા સુરત, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. જેને લઈને આ વિસ્તારના ખેડૂતો પણ સતર્ક બન્યા છે. આવતીકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આગાહી મુજબ 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેની અસરને લઈને આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પર 41 ડિગ્રીને આંબી જતા લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો.


જમાઈ નીકળ્યો સાવ નગુણો...જે સસરાએ પોલીસની નોકરી લાયક બનાવ્યો, તેને જ કર્યો દગો


12 અને 14 એપ્રિલના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 18 એપ્રિલ સુધીમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત રાત્રિએ 26.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો.


AMCના ટેક્સ કરદાતાઓને મળશે ડબલ બોનાન્ઝાનો લાભ, પ્રથમવાર 15 ટકા એડવાન્સ રિબેટ યોજના


હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. દરમિયાન રાજ્યમાં માવઠાના વધુ એક રાઉન્ડનું સંકટ છે. 12 એપ્રિલના બનાસકાંઠા-કચ્છ જ્યારે 14 એપ્રિલના વલસાડ-સુરત-નવસારી-સુરત-અમરેલી-ભાવનગર-દમણ-દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.


રોજગારીને લઈને રૂપાલાનું નિવેદન, પહેલાં દલાલો નોકરીના ઓર્ડર આપતા, હવે PM બટન દબાવે..


અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને એક આગાહી કરી છે. જેમાં આ વર્ષનું શરૂઆતનું ચોમાસું ગુજરાતમાં ખૂબ સારું રહેશે. એટલું જ નહીં, તેમણે કચ્છ પ્રદેશમાં પણ સારા વરસાદની આગાહી કરી છે. સાથે આવનારો મેં મહિનો બરાબર ગરમ નહીં રહે તો વરસાદમાં તકલીફ નોંધાશે. જ્યારે 2 મેંથી 15 જૂન વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શકયતાઓ છે. આ ચક્રવાતને લીધે ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ સારી રહેશે. ઉપરાંત અરબ સાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ પણ દર્શાવી છે. 


અરબ સાગરમાં ઊભું થયેલું દબાણ ઓમાન તરફ ફંટાઈ શકે છે. જો અરબ સાગરના દબાણમાં હવાનું દબાણ મજબૂત હશે તો કચ્છના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. તેથી આ વર્ષે ચોમાસામાં કચ્છમાં સારી પરિસ્થિતિ ઊભી થશે. તો 400 મિ.મી કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં શરૂઆતના તબક્કાનો વરસાદ સારો રહેશે.


ગાજર, ટામેટા અને કાકડી સહિત 5 શાકભાજી ડાયાબિટીસ ખતમ કરશે, બ્લડ સુગર કંટ્રોલ કરશે


એપ્રિલ-મેંમાં ગરમી પારો તોડશે રેકોર્ડ
અંબાલાલ પટેલે ગરમી વિશે જણાવ્યું છે કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં તો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા અને 26 એપ્રિલ પછી ગરમીમાં વધારો થાય અને આખરી ગરમી રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. 


ગુજરાતના શહેરોના તાપમાનની વાત કરીએ તો 9 શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. 41.5 ડિગ્રી સાથે પાટણ સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદ બીજા નંબર 41 ડિગ્રી ગરમીથી અકળામણ અનુભવી રહ્યું છે. અમદાવાદમાં સતત બે થી ત્રણ દિવસથી ગરમી 41 ડિગ્રીને પાર થઈ રહી છે. હજુ ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરાઈ છે.


દીકરાના મોતના સમાચાર સાંભળીને અતીક અહેમદ કોર્ટમાં બેહોશ થયો


ઉપરાંત 11 અને 12 મે બાદ મહત્તમ ગરમી 46 ડિગ્રી થવાની શક્યતા. મહત્તમ ઉષ્ણતામાન મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે વાવ થરાદ બનાસકાંઠાના ભાગોમાં વધુ રહી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વધુ ગરમી રહી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં ગરમી જોવા મળી શકે છે. આ વખતે ગરમી રેકોર્ડ તોડશે. જ્યારે આ વર્ષે 47 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.