Gujarat Weather 2023: ગુજરાતમાં હાલ માવઠા બાદ કાતિલ ઠંડી પડી રહી છે. પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં પડનાર ઠંડીને લઈને એક આગાહી કરી છે, પરંતુ હાલ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળશે. આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં વધારો થશે. બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થશે. તાપમાનમાં વધારો થવાની સાથે ઠંડીમાં પણ આંશિક રાહત મળશે. 24 કલાક બાદ વેસ્ટન ડીસ્ટર્બન્સ અસર થવાના કારણે તાપમાનમાં વધારો થશે. જ્યારે અમદાવાદનું તાપમાન આજે 13.4 ડિગ્રી પહોંચ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓના સંતાનો કેમ કરે છે આત્મહત્યા? 2 યંગસ્ટર્સના આપઘાતના કિસ્સા અત્યંત શોકિંગ


ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં પણ વારંવાર પશ્ચિમ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં બર્ફીલી ઠંડી પડશે. જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. હવામાનના પલટો આવશે. તેમજ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે. 12થી 14 ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે, અને 17થી 20 ફેબ્રુઆરીના હવામાનમાં પલટો આવશે.


ગુજરાતમાં ચાલતી હજારો મીટની દુકાનોને વાગશે તાળા! જાણો સરકારે શું લીધો મોટો નિર્ણય?


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરી માસમાં ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે. ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે માર્ચ મહિનામાં સરેરાશ કરતા વધુ ગરમી પડશે. આ દરમિયાન ગરમીનો અહેસાસ થશે અને રાત્રે ઠંડી લાગશે. એટલે કે, બેવડી ઋતુનો અહેસાસણ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બર્ફીલા પવનનોને કારણે કૃષિમાં અસર થશે. 22થી 23 ફેબ્રુઆરીના ફરી હિમ વર્ષા થશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે. 24થી 26માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.


ગુજરાતીઓની બલ્લે બલ્લે: મોસાળમાં મા પિરસનારી હોય તો....મોદી સરકાર વરસી ગઈ


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષોપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. દેશની વાત કરીએ તો, આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા રહેશે. જ્યારે અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડી શકે છે.


કેપ્સિકમનું આ બિયારણ આપશે અઢી ગણું વધારો ઉત્પાદન, વૈજ્ઞાનિકો ખેડૂતોને કરશે માલમાલ


હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં 1 ડિગ્રી વધી શકે છે. ત્રણ દિવસ બાદ સમગ્ર રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થશે. 24 કલાક દરમિયાન ક્યાંક ઠંડીનો અનુભવ થઇ શકે છે. પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા હતા.


પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલની મોટી જાહેરાત, પેપર લીક કરશો તો થશે મોટી કાર્યવાહી


રાજ્યમાં બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘંઉ, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ત્યારે ખેડૂતોને પણ આ હવામાનની આગાહીથી રાહત અનુભવાશે.


સુરતની સરકારી હોસ્પિટલમાં રિક્ષા ભરીને 'માવા-મસાલા' મળ્યા! જો રાજકોટમાં ચેકિંગ થાય..


અતિશય ઠંડી તેમજ બર્ફીલા પવનને કારણે આંબામાં કેરીના બંધારણને પણ નુકશાન થઇ રહ્યુ છે. આંબા પર મોર સમયસર હતા પણ એક ધારી ઠંડી તેમજ પવનની ગતિ તેમજ ઠંડા પવનને કારણે કેરીના પાકને નુકશાન થઇ રહ્યુ છે. ખેડુતોના મતે ચાલુ સાલે કેરીની આવક પણ ઘટશે.