ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ તહેવારો બાદ વરસાદનું જોર ઘટશે. હાલમાં લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થતા વરસાદની શક્યતા છે. બે દિવસ બાદ ફરી લો પ્રેશર બનવવાની સંભાવના છે. લો પ્રેશર બનશે તો ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ ખૂબ વધારે માત્રામાં જામેલો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ કરેલી તમામ આગાહી મોટાભાગે સાચી ઠરી છે. બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે. હવે જન્માષ્ટમીના દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે અને જે ગુજરાતમાં ભયંકર વરસાદની લહેર લાવી શકે તેમ છે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.


Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણી ક્યારે? PM મોદી અને અમિત શાહ દિલ્લીથી ગુજરાત સુધી ગજવશે સભાઓ!


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક ચોંકાવનારી આગાહી કરી છે. જેમાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના દિવસોમાં તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આ દિવસોમાં ગુજરાતને ધમરોળશે. ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.


ઉઠો અનારકલી થેપલા બનાવવાના છે...!! શું તમને પણ વોટ્સએપ પર આવો મેસેજ આવ્યો છે?


હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ગુજરાતના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, પાટણ બનાસકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. તેમજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, સુરત, ડાંગ, તાપી અને નવસારીનો સમાવેશ થાય છે. જન્માષ્ટમીના તહેવાર પર 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે.


રાજકોટ: ક્યાં ખબર હતી કે બીજા લગ્ન બનશે મોતનું કારણ, 48 કલાકમાં લગ્ન જીવનનો અંત! જીવ પણ ખોયો


હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube