અંબાલાલ પટેલની આગાહી, આશ્લેષા નક્ષત્ર ગુજરાતમાં ફરી વરસાદ ખેંચી લાવશે
Gujarat Weather Forecast : રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી...હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી મધ્યમ વરસાદની શક્યતા...માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના
Ambalal Patel Prediction : ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા નહીવત છે. કારણ કે, હાલ કોઈ પણ સિસ્ટમ સક્રિય ના હોવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દિવસોમાં માત્ર દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈછે. પરંતું રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. પરંતું તે પહેલા આવતીકાલે 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે.
ગુજરાતમાં વરસાદી રાહતના અણસાર
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતું ગુજરાતના વાતાવરણમાં જલ્દી જ મોટી હલચલ થવા જઈ રહી છે. ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું.
ગુજરાત પોલીસની જાંબાજ She ટીમને સલામ, આત્મહત્યા કરવા ગયેલા યુવકનો બચાવ્યો જીવ
અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે.
દાદાએ 16 હજારનું ચાઈનીઝ રમકડું ખરીદ્યુ, બીજા જ દિવસે તૂટ્યું, કોર્ટ પહોંચ્યો મામલો
એક ચક્રવાતે ખેંચી લીધો ગુજરાતનો બધો વરસાદ, આવી છે અંબાલાલ પટેલની નવી આગાહી
તો હવામાન વિભાગ શું કહે છે
અંબાલાલ પટેલ ઉપરાંત રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય કાર્યરત નથી. કોઈ સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. જેને કારણે રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. તો આગામી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે, પરંતું છૂટોછવાયો વરસાદ રહેશે. નવી વરસાદી સિસ્ટમ બનશે તો જ ભારે વરસાદ આવશે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ : ભાજપને હરાવવા એક થયા કોંગ્રેસ અને આપ