7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહી
Ambalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
Loksabha Election Prediction : ગુજરાતના વાતાવરણમાં એક પછી એક પલટા આવી રહ્યાં છે. ઠંડી, ગરમી અને વરસાદનું સામ્રાજ્ય છવાયુ છે. હાલ ગરમી વચ્ચે ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. ગરમીનો પારો હજી ઉપર જવાનો છે, આ વચ્ચે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાનના દિવસે જ ગરમીનો પારો ઉંચો જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
સવારમાં મતદાન કરી લેવું
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી કે, 7 મે મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો વર્તારો રહેવાની શક્યતા છે. 6 મેના રોજ થી જ વાતાવરણમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. બપોર બાદ કાળઝાળ ગરમી પડશે. તેથી સવાર સુધીમાં મતદાન કરવું હિતાવહ રહેશે. આમ, ગુજરાતીઓને આકરી ગરમી વચ્ચે મતદાન કરવું પડશે. મે મહિના પ્રથમ અઠવાડિયા વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ છવાશે, આ દિવસોમાં વરસાદની શક્યતા પણ રહેશે. 4 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેના બાદ તારીખ 6 મેથી ફરી ગરમી વધવાની શક્યતા છે. આ અરસામાં પવનની ગતિ વધારે રહેશે, જેથી ગરમીનો અહેસાસ થોડો ઓછો થશે.
સૌરાષ્ટ્રના જાણીતા નેતાનું IFFCO માંથી પત્તુ કપાશે, ભાજપે બીજાના નામનો મેન્ડેટ મોકલી
આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરી કે, પંચમહાલ, સાબરકાંઠા અને દરિયાકિનારાના કેટલાક ભાગોના હળવો વરસાદ અથવા છાંટા આવી શકે છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી છે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ગરમી વધશે. 28, 29 એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે. 29 એપ્રિલથી વાદળવાયુ અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે.
રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહ્યા
તેમણે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશ