રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકો

Rupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું

Trending Photos

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકો

Loksabha Eletion હિમાંશુ ભટ્ટ/મોરબી : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે ટીપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે અને સતત વિરોધ પણ કરવામાં આવે છે તેવામાં કચ્છ-મોરબી બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો ચાર દિવસ પહેલા કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં રાજપૂત સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિરોધ કરનારાઓને “રતન દુખિયા” કહીને નવો વિવાદ જગાવ્યો છે. 

વિરોધ કરનારા રતન દુખિયા
પરસોતમ રૂપાલા બાદ હવે ધારાસભ્ય અમૃતિયાના નિવેદનથી ક્ષત્રિયોમાં રોષ ફેલાયો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જાહેર સભામાં વિરોધ કરવા આવેલા ક્ષત્રિય યુવકોને રતન દુખિયા કહેતા રાજપૂતોમાં ફરી રોષ જોવા મળ્યો છે. કચ્છ-મોરબીના ભાજપના ઉમેદવારની બે દિવસ પહેલા યોજાયેલ સભામાં વિરોધ કરાયો હતો, જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિરોધ કરનારાઓને “રતન દુખિયા” કહ્યા હતા. મોરબીમાં કચ્છ-મોરબીના ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમ તા 23 ના રોજ સાંજે આઠ વાગ્યે હતો. ત્યારે રાજપૂત કરણી સેનાના યુવાનોએ સભામાં આવીને નારે બાજી કરીને વિરોધ કર્યો હતો. ત્યારે ધારાસભ્યએ રાજપૂત સમાજ આપણી સાથે જ છે. ખાલી બે-ચાર રતન દુખિયા છે તે જ વિરોધ કરી રહ્યા છે.

બોલવામાં મર્યાદા રાખો 
ત્યારે ધારાસભ્યના નિવેદનનો જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખે કરારો જવાબ આપ્યો છે. મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો છે, જેમાં તેણે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જવાબ આપ્યો છે. તેમણે ધારાસભ્યને ઉશ્કેરણી જનક ભાષાનો ઉપયોગ ન કરો તેવી ટકોર કરી છે. અને ખાસ કરીને તાજેતરમાં પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ હતો ત્યારે પોલીસે રાંઢવા લીધા હતા, જે વીડિયોમાં પણ જોવા મળ્યું હતું જે માત્ર બે ચાર રતન દુખિયાના લીધે નહીં આખો ક્ષત્રિય સમાજના હિસાબે છે અને જ્યારે પેટીઓ ખુલશે ત્યારે ખબર પડી જશે કે રતન દુખિયા કોણ છે. જેથી કરીને બોલવા મર્યાદા રાખો આઢારેય વરણના લોકો ગામે ગામ ક્ષત્રિય સમાજની સાથે જ છે.

બાકીનો હિસાબ ચૂંટણી પછી કરીશુંં
હાલ કાંતિ અમૃતિયા અને જયદેવસિંહ જાડેજા બંનેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ધારાસભ્યને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખે જવાબ આપતા જણાવ્યુ છે કે, ઉશ્કેરણી જનક ભાષાનો ઉપયોગ ન કરો. અને તમે કહો છો બે ચાર રતન દુખીયા છે, તો પણ મોરબીમાં ભાજપનો કાર્યક્રમ કરો ત્યારે પોલીસે રાંઢવા લેવા પડે છે! બાકીનો હિસાબ ચૂંટણી પછી કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news