Gujarat Weather, સપના શર્મા/અમદાવાદ: ઉનાળો આકરો બની રહેવાના એંધાણ અત્યારથી વર્તવા લાગ્યા છે. આ વર્ષે ઉનાળો ગરમીના તમામ રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામા આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે. ભુજમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભુજમાં 40.3 અને અમદાવાદમાં 39 ડિગ્રીએ પારો પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2023 Schedule: IPL 2023નું ટાઈમ ટેબલ જાહેર, જાણો કોની વચ્ચે રમાશે પ્રથમ મેચ


હવામાન વિભાગની આગાહી મુજબ, ઉનાળા માટે એપ્રિલ સુધી રાહ જોવાની જરૂર નહિ પડે, ફેબ્રુઆરીમાં જ કાળઝાળ તડકાનો અનુભવ થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવી દીધું કે, આ વર્ષે ગરમીનો પારો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે. ત્યારે આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા જોવામાં આવી રહી છે. મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડીગ્રી આસપાસ રહેશે. ભુજનું મહત્તમ તાપમાન 40.3 ડીગ્રી પહોચ્યું છે. છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહીનાં મહત્તમ તાપમાન રેકોર્ડ તુડ્યો છે. ભુજમાં મહત્તમ તાપમાને રેકોર્ડ તોડ્યો છે.


સુંદરતામાં આ અભિનેત્રીઓનો નથી કોઈ તોડ, આ 10 અભિનેત્રીઓ છે રૂપ રૂપનો અંબાર


આજથી આગામી ત્રણ દિવસ કેવા જશે તેને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાના 15 દિવસ બાદ જ તાપમાનનો પારો ઊંચો ચઢતા ગરમીનો અનુભવ થશે. આ વર્ષે ગરમીનો પારો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે આજના તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં આજે સૌથી વધુ 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં પાછલા વર્ષની સરખામણી કરતા વધુ છે. ગત વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. પાછલા 5-6 વર્ષની સરખામણીએ આ વર્ષે ગરમી વધુ અનુભવાઈ રહી છે. આજે અમદાવાદનું તાપમાન 35-36 ડિગ્રી અને ગાંધીનગરમાં 33-34 ડિગ્રી તાપમાન રહ્યું છે. 


Vivoનો V27 Pro છે Super Cute ફોન : ડિઝાઇન જોઈને લોકો થયા ફિદા, ફિચર છે જબરદસ્ત


હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેશે. ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની સાથે ભૂજમાં છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન રેકોર્ડ તૂટ્યો છે. હવે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. 


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અને દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે. હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. જો કે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો થશે પ્રારંભ થઈ જશે. આ ઉપરાંત હજુ થોડા સમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.


નોકરી માંગવા આવેલો શખ્સ કળા કરી ગયો! 48.86 લાખ હીરાની ચોરી કરી રફુચક્કર, VIDEO વાયરલ


3-4 માર્ચથી ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જે ઠંડી પડશે તે આકરી હશે. આ સાથે રાજ્યમાં આગામી 20મી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. આ ઉપરાંત 3-4 માર્ચથી ગરમીમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે, 26 એપ્રિલે 45 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાશે. 26 એપ્રિલ પછી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 10 અને 11 મેના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવશે