IPL 2023 Schedule: IPL 2023નું ટાઈમ ટેબલ જાહેર, જાણો કોની વચ્ચે રમાશે પ્રથમ મેચ

IPL 2023 Schedule : પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે.

IPL 2023 Schedule: IPL 2023નું ટાઈમ ટેબલ જાહેર, જાણો કોની વચ્ચે રમાશે પ્રથમ મેચ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ, મુંબઈ સહિત કુલ 12 શહેરોમાં IPL 2023નું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. IPL 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ 28 મેના રોજ રમાશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ 2 એપ્રિલે બેંગ્લોરમાં આમને-સામને થશે.

અમદાવાદ, મોહાલી, લખનૌ સહિત કુલ 12 શહેરોમાં IPL 2023નું આયોજન કરવામાં આવશે. મેચ હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળામાં પણ રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે. 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં મુંબઈ, રાજસ્થાન, કોલકાતા, દિલ્હી, લખનઉંની ટીમો છે જ્યારે ગ્રુપ Bમાં ચેન્નાઈ, પંજાબ, સનરાઈઝર્સ, બેંગ્લોર અને ગુજરાતનો સમાવેશ થાય છે.

No description available.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમઃ રોહિત શર્મા, કેમેરોન ગ્રીન, જાય રિચર્ડસન, પીયૂષ ચાવલા, ડ્વેન યાનસન, શમ્સ મુલાની, રાઘવ ગોયલ, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, ઋતિક શૌકીન, બેહરનડોર્ફ, અર્જુન તેંડુલકર, આકાશ મધવાલ, ઈશાન કિશન, ટ્રીસ્ટન સ્ટબ્સ, બ્રેવિસ, આર્ચર, બુમરાહ.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ: એમએસ ધોની, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, ડેવન કોનવે, મોઈન અલી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, રાજવર્ધન હંગરગેકર, સુભ્રાંશુ સેનાપતિ, મિશેલ સેન્ટનર, મહિષ પાથિરાના, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, દીપક ચહર, મુકેશ ચૌધરી, ડ્વેન પ્રિટોરિયસ, મહિશ તિક્ષણા, પ્રશાંત સોલંકી, અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, શેખ રાશિદ, નિશાંત સિંધુ, કાયલ જેમિસન, અજય મંડલ અને ભગત વર્મા.

ફાઈનલ 28મી મેના રોજ થશે
IPLની નવી સિઝનની ફાઇનલ મેચ 28 મેના રોજ રમાશે. ફાઈનલ પણ અમદાવાદમાં જ રમાશે. લીગ રાઉન્ડ 21 મેના રોજ સમાપ્ત થશે. 23 થી પ્લેઓફ મેચો રમાશે. આ ટુર્નામેન્ટ કુલ 12 મેદાનો પર રમાશે. જેમાં અમદાવાદ, મોહાલી, લખનૌ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળાનો સમાવેશ થાય છે. જયપુરની સાથે ગુવાહાટી પણ રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ હશે. જ્યારે મોહાલી અને ધર્મશાલા પંજાબ કિંગ્સના હોમ ગ્રાઉન્ડ હશે.

IPL 2023 ની પ્રથમ પાંચ મેચો પર એક નજર 

  • ચેન્નાઈ સુપર કિંગ્સ vs ગુજરાત ટાઇટન્સ - 31મી માર્ચ.
  • પંજાબ કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ - 1લી એપ્રિલ.
  • લખનૌ સુપર જાયન્ટ્સ વિ દિલ્હી કેપિટલ્સ - 1લી એપ્રિલ.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રાજસ્થાન રોયલ્સ - 2જી એપ્રિલ.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ મુંબઈ ઈન્ડિયન્સ - 2જી એપ્રિલ

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમઃ

અબ્દુલ સમદ, એડન માર્કરામ, ફઝલાક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, નટરાજન, ઉમરાન મલિક, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો યાનસન, વોશિંગ્ટન સુંદર, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરિચ ક્લાસન,  મયંક માર્કંડે , વિવ્રાંત શર્મા , સમર્થ વ્યાસ , સનવીર સિંહ , ઉપેન્દ્ર યાદવ , મયંક ડાગર

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ :

શ્રેયસ અય્યર, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, નીતિશ રાણા, ટીમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, વેંકટેશ ઐયર, શાર્દુલ ઠાકુર, હર્ષિત અલ હસન, શાર્દુલ રાણા, ડેવિડ વિઝા, એન જગદીશન, વૈભવ અરોરા, મનદીપ સિંહ, લિટન દાસ, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા.

પંજાબ કિંગ્સ ટીમ :

શિખર ધવન (કેપ્ટન), સેમ કરણ, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, શિવમ સિંહ, વિદ્વત કવરેપ્પા, મોહિત રાઠી, જોની બેરસ્ટો, ભાનુકા રાજપક્ષે, પ્રભસિમરન સિંહ, ઋષિ ધવન, અથર્વ તાઈદે, કગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, નાથન એલિસ, બલતેજ સિંહ, શાહરૂખ ખાન, લિયમ લિવિંગસ્ટન, હરપ્રીત બરાડ, રાજ બાવા.

રાજસ્થાન રોયલ્સ ટીમ :

સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિમરન હેટમાયર, દીપક પડિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર અને  કેસી કરિયપ્પા. જેસન હોલ્ડર, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, જો રૂટ, ડોનોવન ફરેરા, કેએસ આસિફ, અબ્દુલ પીએ, આકાશ વશિષ્ઠ, કુણાલ રાઠોર, મુરુગન અશ્વિન

દિલ્હી કેપિટલ્સ ટીમ :

રિષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, એનરિચ નોરખિયા, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, સરફરાઝ અહેમદ, યશ ધુલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, લુંગી એન્ગીડી, એ. ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, મુસ્તાફિઝુર રહેમાન, અને વિકી ઓસ્તવાલ, ઈશાંત શર્મા, ફિલ સાલ્ટ, મુકેશ કુમાર, મનીષ પાંડે, રાઈલી રુસો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમઃ

ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસરંગા, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, રાજકુમાર , દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, રીસ ટોપલે, હિમાંશુ શર્મા, વિલ જેક્સ, મનોજ ભંદાગે, અવિનાશ સિંહ, રાજન કુમાર, સોનુ યાદવ

ગુજરાત ટાઇટન્સ ટીમ :

હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નાલકાંડે, જયંત યાદવ, સાંઈ કિશોર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, મોહમદ શમી, અલઝારી જોસેફ અને નૂર અહેમદ, કેએસ ભરત, ઓડિયન સ્મિથ, કેન વિલિયમસન, શિવમ માવી, જોશ લિટિલ, મોહિત શર્મા અને ઉર્વીલ પટેલ.

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ:

કેએલ રાહુલ, આયુષ બદોની, કર્ણ શર્મા, મનન વોહરા, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, ક્વિન્ટન ડિકોક, માર્કસ સ્ટોઈનીસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડા, કાયલ માયર્સ, ક્રુણાલ પંડ્યા, અવેશ ખાન, માર્ક વૂડ, નિકોલસ પુરન, જયદેવ ઉનડકટ, યશ ઠાકુર, રોમારિયો શેફર્ડ, અમિત મિશ્રા, પ્રેરક માંકડ, સ્વપ્નિલ સિંહ, યુદવીર સિંહ, નવીનુલ હક, ડેનિયલ સેમ્સ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news