Gujarat Weather Forecast : દેશમાં ભરશિયાળે મોસમનો મિજાજ બદલાયો છે. જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી છે. ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી વરસાદ આવ્યો છે. જોકે, આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી 7 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે 
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે શિયાળામાં કેટલાક દિવસોને બાદ કરતા અન્ય દિવસોમાં બહુ ઠંડી નહોતી પડી. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે. જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.


બજેટ પહેલા ગ્રાહકોને મોટો ઝટકો, વધી ગયા ગેસના બોટલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત


હવામાન વિભાગની આગાહી કહે છે કે, પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7 મી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો. પરંતું હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતુ જઈ રહ્યું છે. જેથી 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે. ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવુ અંબાલાલ પટેલે જણાવ્યું. 


કચ્છમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ


સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે. ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પમ શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 


તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે કહ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી. પાંચ દિવસ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કારણ ન કારણે રાજ્યભરમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશા પવન ફુંકાઇ રહ્યાં છે. આ મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થશે. અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગર 14.6 તાપમાન નોંધાયું છે.


Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલીઓનો આદેશ છૂટ્યો