PM મોદીની એક આરતીએ વિરોધીઓની ઊંઘ હરામ કરી, રાજકારણમાં થઈ ગઈ ભારે ચર્ચા!

modi chief justice ganpati puja : મોદી CJI ચંદ્રચૂડના ઘરે પૂજામાં જાય તો આટલો હોબાળો... PMનો મહારાષ્ટ્રિયન લુક લોકોની આંખે વળગ્યો, રાઉતે કહ્યું- હવે ન્યાય મળશે કે નહીં તેના પર આશંકા

PM મોદીની એક આરતીએ વિરોધીઓની ઊંઘ હરામ કરી, રાજકારણમાં થઈ ગઈ ભારે ચર્ચા!

PM Modi visit DY chandrachud residence : પ્રધાનમંત્રી મોદીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના ઘરે ગણપતિ ઉત્સવમાં ભાગ લીધો. તેના પર હવે રાજકીય સવાલ ઉઠવા લાગ્યા છે. ઉદ્વવ ઠાકરેની પાર્ટી શિવસેના અને આમ આદમી પાર્ટીએ આ મુલાકાત પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પૂજા-અર્ચના આસ્થા માટે નહીં પરંતુ રાજકીય ફાયદા માટે કરે છે. કઈ પાર્ટીએ શું કહ્યું જોઈશું આ અહેવાલમાં...

PM મોદીની મુલાકાત ચર્ચામાં

  • CJIના ઘરે ગણેશ પૂજા કરી
  • વિપક્ષના સાંસદોએ ઉઠાવ્યા સવાલ
  • અનેક VIP લોકોને અપાયું હતું આમંત્રણ
  • વિપક્ષને આશંકા, અનેક કેસ પર થશે અસર
  • PM મોદી-CJIની મુલાકાતથી વિપક્ષ નાખુશ

પ્રધાનમંત્રી મોદી મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડજીના ઘર પર ગણેશ પૂજામાં સામેલ થયા. ભગવાન ગણેશ દેશના લોકોને સુખ,સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવો સંદેશ આપ્યો. 

જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીન
 
પીએમ મોદીની CJIના ઘરની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે પીએમ મોદી માથા પર મરાઠી ટોપી અને ગોલ્ડન ધોતી-કુર્તીમાં સજ્જ છે. PM મોદી આવતાં જ CJI ચંદ્રચૂડ અને તેમની પત્ની કલ્પનાએ તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ગણેશજીની આરતી ઉતારી. સામાન્ય લાગતી આ વાતને લઈને રાજકીય વર્તુળોમાં કેટલાંક લોકોને વાંધો પડ્યો. 

modi_aarti_zee4.jpg

શું વાંધો પડ્યો?
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને લોકો એકબીજાના ઘરે જતા રહે છે... મને ખબર નથી કે વડાપ્રધાન કોઈના ઘરે ગયા છે કે નહીં. તેમણે કહ્યું કે ગણપતિ ઉત્સવ દિલ્હીમાં ઘણી જગ્યાએ અને મહારાષ્ટ્ર સદનમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે કહ્યું કે, વડાપ્રધાને ચીફ જસ્ટિસના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તેઓએ સાથે મળીને આરતી કરી. અમને લાગે છે કે બંધારણના રક્ષક રાજકીય નેતાઓને મળશે તો લોકોને શંકા જશે.

તો આ તરફ ભાજપના નેતા અમિત માલવીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીએ આવી આશંકા ત્યારે જાહેર નહોતી કરી જ્યારે PM મનમોહન સિંહ ઈફ્તાર પાર્ટી આપતાં જોવા મળતા હતા. ત્યારે ચીફ જસ્ટિસ મહેમાન બનતા હતા. 

 

modi_aarti_zee2.jpg

ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. ભાજપના નેતા બીએલ સંતોષે ટ્વીટ કરીને વિપક્ષ પર ધારદાર નિશાન સાધ્યું. કાલની એક પૂજા અને આરતીએ દેશભરના અનેક લોકોની ઉંઘ, સવારનું વોક અને ચા-નાસ્તો ખરાબ કરી નાંખ્યો. 

વિપક્ષ આ મુલાકાત પર આશંકા વ્યક્ત કરી રહ્યું છે. તો શાસક પક્ષ તેને માત્ર ઔપચારિકતા ગણાવી રહ્યું છે. પરંતુ હાલ તો આ મામલે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news