Gujarat Weather Updates: રાજ્યમાં ગરમી વચ્ચે  હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે! જાણો શું છે હકીકત?


હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી
આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે અને હિમ વર્ષા થશે. પ્રજાંબ, હરીયાણા, રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાઠા, સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. 


CNG પંપ સંચાલકોની હડતાલને લઈને મોટા સમાચાર, ગુજરાત સરકાર સાથેની બેઠક બાદ મોટો વળાંક


3-4 માર્ચથી ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 એપ્રિલે 45 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાશે. 26 એ સમુદ્રમાં હલચલ થશે અને તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે. 


હમ તો ડુબેંગે સનમ, તુમ્હે ભી લે ડુબેંગે : યુવકે પ્રેમિકાના ઘરે જઈ કરી આત્મહત્યા


ગીર સોમનાથમાં હિટવેવની આગાહી
મહત્વનું છે કે, ગુજરાતમાં સત્તાવાર રીતે શિયાળાએ વિદાય લઈ લીધી છે. પરંતુ ઉનાળો બેસે તે પહેલા જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદ રાજ્યમાં તાપમાન વધશે. આ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. બીજી બાજુ અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે. શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે, તો ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઇ છે.


હું ઈચ્છું છું કે મારા પતિનું બીજી સ્ત્રી સાથે અફેર હોય, મારે લફરાં કરવાં છે......


દેશભરમાં પડી શકે છે આકરી ગરમી 
હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અલ-નિનોની અસરને પગલે આ વખતે દેશભરમાં આકરી ગરમી પડી શકે છે. ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણમાંથી તેલંગાણામાં આ વખતે રેકોર્ડ ગરમી પડી શકે છે. આ પૈકીના મોટાભાગના સ્થળોએ માર્ચના મોટાભાગના દિવસોમાં જ 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે.  ભૂજમાં ફેબ્રુઆરીમાં જ તાપમાન 40ને પાર થઇ ચૂક્યું છે અને તેવું જવલ્લે જ જોવા મળતું હોય છે.