ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કમોસમી માવઠા બાદ હવે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં આંધી-વંટોળ જોવા મળશે. 12 મેથી ગુજરાતમાં ફરીથી ગરમીમાં વધારો થશે, ત્યારબાદ 18 તારીખ સુધી ગુજરાતમાં ભારે ગરમી અનુભવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલપંપ પર નગ્ન યુવકે ધમાલ કરી! જાહેરમાં ફુવારા ઉડાવ્યા, કેબિનમાં પૈસા ઉછાળ્યા


અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. ત્યારબાદ રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે. અંબાલાલ પટેલે ઉમેર્યું છે કે, ગુજરાતમાં શરૂઆતનુ ચોમાસુ સારુ રહેશે 


માત્ર એક જ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝડપાઇ કરોડોની વીજ ચોરી, કેવી રીતે કરતા ચોરી


અમદાવાદમાં હિટ સ્ટ્રોક વોર્ડ બનાવ્યો!
રાજ્યના અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. 11 અને 12 મેના રોજ શહેરમાં ત્વચાને દઝાડતી ગરમીનો પ્રકોપ વધીને 43 ડિગ્રીએ પહોંચવાનો છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હિટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યો છે. 


આણંદમાં એરકૂલરની પાછળ છૂપાયો હતો કિંગ કોબ્રા! જુઓ રેસ્ક્યુનો વીડિયો


હવામાન વિભાગની આગાહી
આગામી 4 દિવસ રાજ્યભરમાં આકરી ગરમી પડવાની છે તેથી સૌએ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને આગામી 4 દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદનું તપામાન 43 ડીગ્રીની આસપાસ હતુ. ગાંધીનગરમાં પણ આ આંકડો આની આસપાસ જ હતો. જ્યારે રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


The Kerala Story ફિલ્મની સફળતા બાદ Adah Sharmaને વધુ એક ફિલ્મમાં મળ્યો દમદાર રોલ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આજે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે. આ સિવાય રાજ્યના પાટનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાએ ગરમી અંગેની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. અને કામ વિના ઘરની બહાર ન નીકળવાની પણ સુચના આપી છે.