સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશે
Gujarat Rains : રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... સુરત, નવસારી, વલસાડમાં પડશે ભારે વરસાદ... તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસશે ધોધમાર
Gujarat Weather Forecast : બુધવારે રાજ્યના 76 તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. સૌથી વધુ મહેસાણાના કડીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે આજે રાજ્યમાં ભારે વરસાદ હવામાનની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આંકડા પર નજર કરીએ તો, 1 જૂનથી 3 જુલાઈ સુધી સરેરાશ કરતાં 7 ટકા વધુ વરસાદ નોંધાયો.
હવામાન વિભાગની આગાહી
આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, અત્યાર સુધી 1 જુન થી 3 જુલાઈ સુધી સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 144 mm વરસાદ નોંધાયો છે. આજે ગુરુવારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
ભાવનગરમાં વરસાદનુ જોર ઘટ્યું
હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો, જોકે હવે વરસાદનું જોર ઘટ્યું છે તેમજ જિલ્લાના મોટાભાગના તાલુકા કોરા રહેતા માત્ર ચાર તાલુકા મહુવામાં 5mm, વલભીપુરમાં 3mm, ભાવનગર અને સિહોરમાં 2-2mm વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસના વિસ્તારોમાં પણ હવે નહિવત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમમાં હાલ 807 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે શેત્રુજી ડેમની જળસપાટી ત્રણ દિવસમાં 2 ફૂટ જેટલી વધીને 17 ફૂટ ઉપર પહોંચી છે. અને ડેમ અડધો ભરાઈ ગયો છે પીવાના અને સિંચાઇના પાણી માટે અતિ ઉપયોગી એવો શેત્રુજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.
પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.
અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ
જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.
ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને નહિ મળે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણ
અંબાલાલ પટેલની આગાહી
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે.
11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા
15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત