ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં નહિ આવે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણ

તાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની PM કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. આ ખેડૂતોને આ સહાય નહિ મળે. તેનુ કારણ પમ રાજ્ય સરકારે આપ્યું છે. 

ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં નહિ આવે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણ

PM Kisan Yojna : તાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની PM કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. આ ખેડૂતોને આ સહાય નહિ મળે. તેનુ કારણ પમ રાજ્ય સરકારે આપ્યું છે. 

ખોટી રીતે લાભ લેતા હતા 
ગુજરાત સરકારે ખેડૂતની પાત્રતા ન હોવા છતાં  PM કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે. આવા કુલ 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે. આ એવા ખેડૂતો છે, જેઓ ખોટી રીતે સરકારી સહાય મેળવતા હતા. આ તમામના નામ યોજનામાંથી રદ કરાયા છે. 

  • જેઓ આઈટી રિટર્ન ભરતા હતા છતા લાભ લેતા હતા
  • ખેડૂત તરીકે પતિ-પત્ની બંને લાભ લેતા હતા
  • પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હતા
  • મરણ થયું હોય તેવા ખેડૂતોના નામે લાભ લેવાતો

ખોટી રીતે લાભ લેનારા પાસેથી રિકવરી કરાશે
એક માહિતી એવી પણ છે કે, જેઓએ ખોટી રીતે આ યોજનાનો લાભ લેનારાઓ પાસેથી રિકવરી કરાશે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામસેવકોની મદદતી કાર્યવાહી કરવામાં આવશે. 

શું છે આ યોજના 
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના એ ભારત સરકાર દ્વારા 2019માં શરૂ કરાયેલી એક પ્રતિષ્ઠિત યોજના છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય ₹2,000 ના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ કુલ 16 હપ્તા બહાર પાડ્યા છે. ટૂંક સમયમાં ખેડૂતોને 17મા હપ્તાનો લાભ તાજેતરમાં 18 જુનના રોજ અપાયો હતો. 

યોજનાના નિયમો બદલાતા રહે છે 
ઉલ્લેખનીય છે કે, આ યોજનાના નિયમો સમયાંતરે બદલાતા રહે છે. જેને કારણે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં પણ ફેરફાર થતા રહે છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, જે ખેડૂત આઈટી રિટર્ન ભરતા હોય તેવા ખેડૂતોને આ સહાય નહિ અપાય. આ બાદ નક્કી કરાયું કે, આગલા વર્ષે આઈટી રિટર્ન ભર્યું હોય તેવા જ ખેડૂતોની યોજનામાં બાદબાકી કરવી. બ-ત્રણ વર્ષ પહેલા આટી રિટર્ન ભરતા હોય અને છેલ્લા વર્ષમા આઈટી રિટર્ન ભર્યુ હોય તેવા ખેડૂતોને લાભ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news