ભરશિયાળે ત્રાટકનાર વાવાઝોડું શું ગુજરાત માટે ઘાતક સાબિત થશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel: અંબાલાલ પટેલે એક આગાહી કરીને ગુજરાતીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે. આગાહી સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવનાને જોતા 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે.
Ambalal Patel Predicted: બંગાળની ખાડીમાં ઉઠેલું માઈચોંગ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.
સાઈક્લોનિક સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવો અને છુટાછવાયા વરસાદની આગાહી છે.
બંગાડની ખાડીમાં સરકર્યુલેશનની સર્જાતા ઠંડીમાં વરસાદ આવ્યો
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 5 ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં ઠંડીની સીઝનમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ગત અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક માવઠાંની અસરને પગલે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. હવે ફરી ધરતીપુત્રો માટે માઠા સમાચાર છે. આવતીકાલ સુધી અનેક જિલ્લામાં પવન સાથે છુટાછવાયા હળવા વરસાદની સંભાવના છે.
જોકે, હમણા ગુજરાતમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. એટલે મહત્તમ ઉષ્ણ તાપમાન વધશે. પરંતુ જેવી પશ્ચિમી વિક્ષેપની અસર થશે એટલે ઠંડીનો ચમકારો આવશે. ભીષણ ચક્રવાતને લીધે દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદ થશે. ત્યાર બાદ તારીખ 9થી 11માં પણ વિવિધ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે. ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે. મુંબઇ મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં હવામાન પલટાશે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના ખેડૂતો પર ફરી બે દિવસ માવઠાની ઘાત બેઠી છે. અમદાવાદ સહિત અરવલ્લી અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક ભીષણ ચક્રવાત ઉભું થવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ વાવાઝોડું 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે પૂર્વીય-દક્ષિણ તટિય પ્રદેશમાં ભારે વરસાદ લાવશે.
ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે એક આગાહી કરીને ગુજરાતીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે. આગાહી સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવનાને જોતા 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.
ક્યાં ક્યાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી વરસાદ પડશે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હજી 2 દિવસ સુધી આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠું આવશે. તેનાથી બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાવાની સાથે અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. જેથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે 14, 15, 16 તારીખ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતારણ જોવા મળશે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7 ડિસેમ્બર સુધી કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા કમોસમી વરસાદની સંભાવના છે. આ તરફ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ તરફ હવામાન વિભાગે પણ તાજેતરમાં માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 20મી સુધી તો હવામાનમાં ભારે પલટા આવશે. આ પલટાને લીધે ફરી માવઠાની શક્યતા રહેશે.
હવામાન વિભાગે પણ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. IMD એ આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. જો તે ચક્રવાત બનશે તો માઈચોંગ વાવાઝોડું (Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. હાલ ગુજરાત પર પણ સંકટના વાદળા ઘેરાયેલા છે. આ મોઈચોંગ વાવાઝોડાથી ગુજરાતને શું અસર થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે.