ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં આગામી 3 દિવસ યથાવત વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. તો 15 અને 16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન શક્રિય થયું હોવાથી વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તો રાજ્યના બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને લઈને પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube