આ વર્ષે પણ ગરબા નહીં? નવરાત્રિમાં પડશે વરસાદ, VIDEOમાં જુઓ અંબાલાલની ભયાનક આગાહી
Big prediction of Ambalal Patel: અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદની વોર્નિંગ આપીને નવરાત્રીથી લઈ દિવાળી સુધીની આગાહી કરી છે. જેમાં 31 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાવી છે. આ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube