રાજેન્દ્ર ઠકકર/કચ્છ: પાકિસ્તાનને અડીને આવેલા કચ્છનાં સરહદી ગામોમાં છેલ્લા લાંબા સમયથી સરકારની આંખતળે હિન્દુ વસતી સતત ઘટી રહી છે. ઉચ્ચ શિક્ષણ, પાણી અને આરોગ્યની પૂરતી સુવિધા ન હોવાથી અને સામાજિક બદલાવના લીધે પાટીદારોનાં સરહદી 75 ગામોમાં 80 ટકા હિન્દુ વસતી પલાયન કરી ગઇ છે. આ વાત છાની ન હોવા છતાં સરકાર હજુ નિદ્રામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદા અને મોદી બધું જ જાણે છે છતાં ચૂપ કેમ?દિલ્હીએ કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો


બીજી બાજુ સરકાર પર આશા ન રાખી કડવા પાટીદાર જેવા સમાજોએ અસ્તિત્વ ટકાવી રાખવા હવે ધર્મનો સહારો લીધો છે. જેની આગેવાની નખત્રાણાના કોટડા જડોદર ગામે લીધી છે. આ ગામમાં હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ એકજૂટ થઇ છે. અહીં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં એકસમયે આરતી વખતે પણ પાંખી હાજરી રહેતી હતી, પણ હવે ભાવિકો સંખ્યા વધતી રહી છે.


પ્રદીપસિંહને જેમાં રસ હતો એ કોલેજનું રાજકારણ પુરૂ કરશે સરકાર, ભૂપેન્દ્ર ભાઈ PM મોદી


મંદિરમાં આવી રીતે લોકોને આવતા કર્યા
ગામના મંદિરે લોકોને આવતા કરવા મગનલાલ મુળજી ભગતે પ્રયાસ શરૂ કર્યો હતો. ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં નિયમીત દર્શને આવતા ભક્તોને દર મહિને અજવાળી તેરસના લાડુનો પ્રસાદ અપાય છે. છેલ્લા 15 મહિનાથી દાતાઓના સહકારથી થઇ રહેલા આ પ્રવૃત્તિને કારણે સાંજની આરતીમાં આવતા ભાવિકોમાં મોટો વધારો થયો છે. તો અહી કોટડામાં પાટીદારોની વસ્તી 10% થઈ ગઈ છે. 12500ની જગ્યાએ હાલ 1250 પાટીદારો છે. અસામાજિક તત્વોનો અડધો બની ગયું ગામ. ઠેરઠેર દબાણો સહિતની પ્રવૃત્તિ ફૂલીફાલી છે. સરહદ વિસ્તારમાં 75થી 80% હિન્દુ ઓ સ્થળાંતર કરી ગયા છે.


અ'વાદના રસ્તાઓ બન્યા ઘાતક! વધુ એક હિટ એન્ડ રનની ઘટનામા 22 વર્ષીય યુવાને જિદગી ગુમાવી


લઘુમતીની વસ્તી વધતા અસામાજિક કાર્યો વધ્યાં, માથાકૂટ વધી, દબાણો વધવા લાગ્યા છે. બહાર વસતા પાટીદારો, હિંદુઓ પણ ચિંતિત થયા છે. હિન્દુ રાષ્ટ્ર લખેલા બસ સ્ટેશન પર સાંસદની ગ્રાન્ટમાંથી બનેલા બીજા બસ સ્ટેશન પર લીલી ધજા ચડાવી તો અન્ય હિન્દુ પીરની સમાધિ પણ કબજો કરી લીલી ધજા ચડાવી જેવા બનાવો બન્યા છે.


Photos: ચોટીલા દર્શન કરવા ગયો હતો કપડવંજનો પરિવાર, ઘરે 10 લોકોની લાશ આવી


ગામમાં કેટલાક એવા બનાવો બન્યા કે જેના લીધે હિન્દુઓ તમામ એકજુટ થઇ ગયા છે. આ તમામ સમાજ વિષ્ણુસમાજના નામ હેઠળ એક થઇ ગામમાં હનુમાન જયંતી, ગણેશ મહોત્સવ જેવા તહેવારો ઊજવે છે, એકબીજા સમાજના ઉત્સવોમાં હોંશેહોંશે સામેલ થાય છે. વટલાઇ ગયેલા લોકોને ફરી હિન્દુ ધર્મમાં લાવવા પાટીદાર સમાજે જ્ઞાતિનું સ્મશાન વિનામૂલ્યે ઉપયોગ કરવા આપી દીધું છે. તો સરહદ વિસ્તારમાં લખપત, અબડાસા બાદ નખત્રાણા તાલુકામાં હિંદુઓ ઘટી રહ્યા છે. પાણી, રોજગારી અને હિંદુઓ ને થતી કનડગત અને વિશિષ્ટ સમાજ ને વસ્તી નવધોરને આપતું મહત્વથી પરિસ્થિતિ કથળી રહી છે.


લગ્ને લગ્ને કુંવારા સિરાજને લઈ મોટો ખુલાસો; યુવતીઓ સાથે શરીરસુખ માણી મોટી રકમ વસૂલી


તો બીજી તરફ પશ્ચિમ કચ્છ સુકો પ્રદેશ છે પાણીનો પ્રશ્ન મહત્વનો છે. નર્મદાના પાણી પુરતા સરહદ પર પહોંચ્યા નથી. આ અંગે પાટીદાર સમાજના અગ્રણીએ Zee મીડીયા સાથે વાતચીત કરી હતી. આગેવાનો ધારાસભ્ય, સાંસદ જો ધ્યાન નહિ આપે અને સવલતો ના અભાવે સરહદો ખાલી થશે પરિસ્થિતિ વણસી શકે છે.