અમદાવાદના રસ્તાઓ બન્યા ઘાતક! વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં 22 વર્ષીય યુવાને જિંદગી ગુમાવી
શહેરમાં મોડી રાત્રે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે હજું ઈસ્કોન બ્રિજ પર બેફામ કામ હંકારીને તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા છે, આ ઘટનાને હજું કળ વળી નથી, ત્યારે શહેરમાં ફરી એકવાર આ પ્રકારના અકસ્માતની ઘટના સામે આવી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના રસ્તા પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ બનાવ છે લૉ ગાર્ડનથી એલિસબ્રિજ પર જતા ઓવરબ્રિજ પરની. ગુરુવારની રાત્રે સાહિલ અજમેરી નામનો યુવક પોતાની નોકરી પૂરી કરી પોતાના ઘર તરફ ગાયકવાડ હવેલી તરફ જઈ રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા 22 વર્ષીય સાહિલ અજમેરીનું મોત પામ્યું છે.
આ ઘટનાની જાણ એમ ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક પોલીસે મૃતક સાહિલ અજમેરીના પરિવારનો સંપર્ક કર્યો હતો. ઝી 24 કલાક એ પરિવાર સાથે વાત કરતા જણાવ્યું હતું હતું કે મૃતક સાહિલ 22 વર્ષનો હતો અને એન્જીનરીંગના છેલ્લા સેમિસ્ટરમાં હતો. ત્યારે એમ ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, શહેરમાં મોડી રાત્રે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે હજું ઈસ્કોન બ્રિજ પર બેફામ કામ હંકારીને તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા છે, આ ઘટનાને હજું કળ વળી નથી. મણિનગરમાં પણ દારૂના નશામાં કાર હંકારનારા યુવકે અકસ્માત સર્જ્યો હતો. માણેકબાગ વિસ્તારમાં પણ દારૂના નશામાં BMW ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. ત્યારે શહેરમાં ફરી એકવાર આ પ્રકારના અકસ્માતની ઘટના સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે