Ahmedabad News : સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. ગરમીમાં ટકી રહેવા લોકો અનેક ઉપાય કરી રહ્યાં છે. પરંતુ કેટલાક લોકોને મજબૂરીવશ ઘરની બહાર જવુ પડે છે. ગરમીમાં ટકી રહેવા પાણી મહત્વનો સોર્સ છે. સતત પાણી પીતા રહેવું આરોગ્ય માટે હિતાવત છે. ત્યારે કાળઝાળ ગરમીમાં શેકાતા અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ આવ્યું છે. કોર્પોરેશનની ટીમ લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતા આજે મેયર હિટ એક્શન પ્લાન શરૂ કરાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમદાવાદના મેયર દ્વારા હિટ એક્શન પ્લાન અંર્તગત મોબાઈલ વાનને લીલી ઝંડી અપાઈ છે. આ મોબાઈલ વાન જુદા જુદા વિસ્તારોમાં ઉભા રહી લોકોને પીવાનું પાણી ઉપલ્ભધ કરાવશે. આ સિવાય જાહેર રસ્તાઓ ઉપર ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ માટે સ્પેશિયલ સેન્સેટાઈઝ સેશન શરૂ કરવામાં આવ્યો. આ ઉપરાંત કાળઝાળ ગરમીથી કઈ રીતે રક્ષણ મેળવવું તે માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટાફને 50 હજાર ORS પેકેટ્સનું વિતરણ પણ કરવામાં આવશે. 


અમદાવાદીઓને મોજ કરાવતી આ સેવા પણ બંધ થઈ, એડવાન્સ બુકિંગના પૈસા પણ પાછા આપ્યા


AMC ના અધિકારીના જણાવ્યા મુજબ, 2010 ના વર્ષમાં મે મહિનામાં રોજ કુલ 100 મોત નોંધાયા હતા. વર્ષ 2015 માં કુલ 1300 મોત થયા હતા. 40 ટકા વધુ મોત નોંધાયા હતા. જેનું કારણ કાળઝાળ ગરમી હતી. એક દિવસમાં 150 સામે 300 મોત થયા હતા. મૃત્યુ પામનારા લોકોમાં બાળકો, મહિલા અને શ્રમિકોની સંખ્યા વધુ હતી. આ ઘટનાની ગંભીરતાને લઇ એએમસીએ 2013 માં એક પ્લાન બનાવ્યો. બાદમાં ફાઇનલ 2015 મા પ્લાન બનાવ્યો. 


યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દેણ છે. હિટ એક્શન પ્લાનમાં 45 ઉપર તાપમાન જાય ત્યારે મોત થાય છે તેવું ઓરેન્જ એલર્ટમાં મોત ઘટે છે. યલ્લો એલર્ટથી લોકો ટેવાયેલા છે. હવામાન વિભાગના એલર્ટ પ્રમાણે AMC એલર્ટ આપી કામ કરે છે. 


ઓસ્ટ્રેલિયામાં પાટીદાર યુવતીનું મોત, બે મહિના પહેલા જ ભણવા માટે ગઈ હતી


2010 થી2019 ના મોતનું એનાલિસિસ
- જાન્યુઆરીમાં એવરેજ કરતા વધુ મોત અને મે મહિનામાં 40 ટકા વધુ મોત
- 2016 માં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું
- મેં અને જુનમાં વધુ મોત થાય છે


માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત યથાવત, હવે ગાંધી પરિવાર પાસે માત્ર આ રસ્તો રહ્યો


ટ્રાફિક સિગ્નલનો સમય ઘટાડાયો
તો બીજી તરફ, અમદાવાદમાં વધતી ગરમીને લઈને ટ્રાફિક વિભાગે પણ નિર્ણય લીધો છે કે, 127 જેટલા સિગ્નલ બ્લિન્કર મોડ પર ચાલશે. જ્યાં જવાનો હાજર રહી સિગ્નલ પર ઉભા ન રહેવું પડે તેવી વ્યવસ્થા કરાશે. 58 સિગ્નલનો સમય ઘટાડવામાં આવ્યો છે. 25 સેકન્ડના બદલે 20 સેકન્ડ સમય કરવામાં આવશે. આજથી સિગ્નલમાં નવા નિયમ પ્રમાણે અમલી શરૂ કરાશે. બપોરે 12 થી રાત્રે 4 સુધી નવો નિયમ ગરમી સુધી કાર્યરત રહેશે તેવુ ટ્રાફિક વિભાગના ડીસીપી નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું.


નરોડા ગામ હત્યાકાંડની ટાઈમલાઈન : 11 લોકોની હત્યા, 86 આરોપી 21 વર્ષ બાદ ચુકાદો