બ્રેકિંગ ન્યૂઝ : માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત યથાવત, હવે ગાંધી પરિવાર પાસે માત્ર આ રસ્તો રહ્યો
Rahul Gandhi Judgement : રાહુલ ગાંધી માનહાનિ કેસમાં આજે ચુકાદો આવ્યો છે... જેમાં રાહુલ ગાંધીને દોષિત યથાવત રખાયા છે...બંને પક્ષોની પાંચ કલાક સુધી ચાલી હતી દલીલ...
Trending Photos
Rahul Gandhi Surat Court : રાહુલ ગાંધી માનહાનિ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીને દોષિત યથાવત રખાયા છે. સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની અરજી રદ કરવામાં આવી છે. આ અરજી રદ કરવામાં આવી છે ત્યારે રાહુલ ગાંધી હાઈકોર્ટ જઈ શકે છે. હવે રાહુલ ગાંધી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ છે. આમ, રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં તેમની સજા પર સ્ટે લાવવા માટે અરજી કરી હતી.
આ બાદ કોંગ્રેસ દ્વારા જણાવાયું કે, ચુકાદા પર સ્ટે ગ્રાન્ડ નથી કર્યો. અમે હવે હાઈકોર્ટમાં સ્ટેની માંગણી કરશે. હાઈકોર્ટ આ અરજી સ્વીકારશે તેવી અમારી લાગણી છે. અમને કાયદા પર વિશ્વાસ છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે, કોર્ટનો ચુકાદો આવી ગયો છે, ન્યાયનો રસ્તો આગળ ખુલ્લો છે, તેથી અમે આગળ ન્યાય માટે લડીશું. આવતીકાલે અમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીશું. ત્યારે આવતીકાલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવે તેવી શક્યતા છે.
અગાઉ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ બોર્ડ દ્વારા આ કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠરાવવામાં આવ્યા હતા, જેને પડકારતી અરજી રાહુલ ગાંધી તરફથી સેશન્સ કોર્ટમાં કરાઈ હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો હતો અને આખરે કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા કરી હતી. આ કેસમાં રાહુલ ગાંધીએ કસૂરવાર પર સ્ટેની અરજી (સસ્પેન્શન ઓફ કન્વીક્શન કરી છે ત્યારે અગાઉ આ કેસમાં 13 એપ્રિલના રોજ બંને પક્ષની દલીલો પણ થઈ હતી. સુપ્રીમ કોર્ટના વકીલ આર.એસ ચીના રાહુલ ગાંધી તરફથી દલીલો કરવા સુરત પહોંચ્યા હતા. પૂર્ણશ મોદી અને રાહુલ ગાંધીના વકીલો દ્વારા આશરે છ કલાક સુધી દલીલો કરવામાં આવી હતી. દલીલો પૂર્ણ થયા બાદ 20 એપ્રિલે આ કેસમાં સંભવત ચુકાદો આવ્યો છે.
રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ છે
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન કર્ણાટકમાં એક સભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી જેને લઈને સુરતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાની નો કેસ કર્યો હતો. અંદાજીત 4 વર્ષ ચાલેલા આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતા રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને તેઓનું સાંસદ સભ્ય પદ રદ થયું છે. ત્યારે આ કેસમાં રાહુલ ગાંધી એ સજા થયાના 11 દિવસ બાદ સુરતની સેસન્સ કોર્ટમાં કસૂરવાર પર સ્ટે મુકવાની અરજી દાખલ કરી હતી.રાહુલ ગાંધીની અરજી બાદ ફરિયાદ પક્ષે કોર્ટમાં રજૂ થઈને વાંધા અરજી પણ રજૂ કરી હતી. અને 13 એપ્રિલના રોજ બંને પક્ષની સુનાવણી પણ થઈ હતી. કોર્ટમાં બંને પક્ષના વકીલોએ વિવિધ મુદ્દાઓ ને લઈને રજુઆત પણ કરી હતી અને આખરે જજ રોબિન મોંગેરા દ્વારા 20 એપ્રિલે ચુકાદો આપવાનો નિર્ણય કર્યો હતો
રાહુલ ગાંધી કોર્ટમાં હાજર ન રહ્યાં
રાહુલ ગાંધી દોષી છે કે નહીં તે અંગે સેશન સપોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. વાત એમ હતી કે, જો રાહુલ ગાંધી કસૂરવાર ઠેરવવા પર સ્ટે મુકવામાં આવે છે તો તેઓને સાંસદ સભ્ય પદ પાછું મળી શકે છે. પંરતુ હવે રાહુલ ગાંધીને આ કેસમાં રાહત ન મળી તો તેઓ હાઇકોર્ટ પણ જઈ શકે છે. આ સુનાવણીમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા ન હતા, માત્ર વકીલો જ હાજર રહ્યા હતા.
નીરવ મોદી અને લલિત મોદી મોણવડિક સમાજના નથી
રાહુલ ગાંધી તરફથી સુરતના સેશન્સ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આર.એસ.ચીના દ્વારા દલીલો કરવામાં આવ્યા હતા તેઓએ કોર્ટમાં દલીલો કરી હતી કે, રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તે સમાજને લઈને નથી આપ્યું અને લલિત મોદી કે નીરવ મોદી આ તમામ મોઢવડીક સમાજમાં હોય તેવું કોઈ પુરાવો પણ નથી. ચૂંટણીલક્ષી ફરિયાદ કરવામાં આવી છે ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે છેડા કરાયા છે. રાહુલ ગાંધીએ જે પણ સ્પીચ આપી છે તેનું વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે. રાહુલ ગાંધીએ જે સ્પીચ આપી છે તે આખી સ્પીચ રેકોર્ડ પર આવી નથી. બીજી બાજુ સુપ્રીમ કોર્ટની જે વાત કરવામાં આવી છે તે નવેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટ તરફથી ટકોર કરવામાં આવી હતી જ્યારે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તે 13મી એપ્રિલ 2019 ના રોજનું છે
કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ યોગ્ય
પૂર્ણશ મોદીના વકીલ હર્ષિત ટોલીયા એ કોર્ટમાં દલીલો કરતાં જણાવ્યું હતું કે, મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યું છે તે યોગ્ય છે આ કેસમાં તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક પુરાવા અને ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે જેના આધારે કોર્ટે આદેશ આપ્યા છે. રાહુલ ગાંધીના અહંકાર પૂર્ણ વ્યવહાર જોવા મળે છે.. તેઓ માફી માંગવા તૈયાર નહોતા જેના કારણે સજા થઈ છે. રાહુલ ગાંધી પોતાના વક્તવ્ય અને નેતાઓને લાવી દબાણ નાખવાના પ્રયાસ કરી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે