અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોનાએ દેશભરમાં આતંક મચાવ્યો છે. એમ પણ ખાકરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના સંક્રમણના વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે દેશભરમાં કોરોનાથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત માસ્કનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનલોક 1 નો પ્રથમ દિવસ: અમદાવાદના મુખ્ય બ્રિજ ખુલ્લા મુકાયા, તો ક્યાંક શહેરીજનોએ હટાવ્યા બેરીકેટ્સ

ગુજરાતમાં જાહેર સ્થળ પર માસ્ક ન પહેરનારને 200 રૂપિયાનો દંડ ફટકારવાનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. અત્યારે માસ્ક ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે યૂઝ એન્ડ થ્રો માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જરૂરી છે. માસ્કના વપરાશ બાદ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માસ્કના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે નવતર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એએમસીની વેસ્ટ વાનની પાછળ ખાસ પ્રકારનો એક ડબ્બો લગાવવામાં આવ્યો છે.

3જી જૂને સુરત-મુંબઇ વચ્ચે ત્રાટકશે વાવાઝોડું, અતિભારે વરસાદની આગાહી

આ વાન દ્વારા અમદાવાદની સોસાયટીઓમાં ફરીને યુઝ્ડ માસ્કનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખાનગી સોસાયટી અને બિલ્ડીંગો વિશેષ બેગ આપવામાં આવશે. નાગરિકે આ યુઝ્ડ માસ્કનો તે બેગમાં નિકાલ કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube