AMC ELECTION : ભાજપમાં (BJP) ક્યારેય કોઈની ખુરશી કાયમી હોતી નથી. તમને ખબર પણ ન પડે અને ખુરશીના પાયા ખેંચી લેવામાં આવે છે. આવી જ સ્થિતિ મનપાની ચૂંટણીમાં થાય તો નવાઈ નહીં. લોકસભા પહેલાં મનપાની ચૂંટણીમાં ભાજપે (BJP) નો રીપિટ થિયરી અપનાવતાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ છે. ભાજપમાં વર્ષોથી દબદબો ધરાવનાર નેતાઓને ઘરભેગા તો નવા નિશાળીયા માટે લોટરી લાગી તેવી તક છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણમાં કાયમી ધોરણે કઈ હોતું નથી અને તેમાં પણ જો વાત ભાજપની (BJP) હોય તો ભાજપ માટે ચૂંટણીનો જંગ હોય તો અનેક રણનીતિ અપનાવવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાંક વર્ષથી ગુજરાત માં ‘નો રિપીટ’ થિયરી (No Repeat Theory) અમલમાં છે એ ચૂંટણીની વાત હોય કે સંગઠનની વાત હોય કે પછી નવા મંત્રીમંડળની વાત હોય. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે કમાન સંભાળી ત્યારથી નવા ચહેરાઓ ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.


ગુજરાતની સૌથી મોટી મનપા ગણાતી અમદાવાદમાં (Ahmedabad) 8 હજાર કરોડનો વહીવટ હવે અમિત શાહના (Amit shah) ખાસ ગણાતા હિતેન્દ્ર બારોટ (Hitendra Barot) પાસેથી જાય તેવી પૂરી સંભાવના છે. એએમસીમાં (AMC) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા હિતેશ બારોટ નો રીપિટ થિયરીનો ભોગ બની ગયા છે. તેઓ રીપિટ થાય તેવી પૂરી સંભાવના હતી પણ ભાજપ સંગઠને તેમનું પત્તું કાપી નાખ્યું છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી માટે ભાજપે 15 નામોની યાદી જાહેર કરી છે. 
 



 


12 સભ્યો માટે ભાજપે (BJP) 15 નામ જાહેર કર્યા છે. યાદી મુજબના તમામ 15 કોર્પોરેટરે ફોર્મ ભર્યા છે. શહેર ભાજપ પ્રમુખ , amc ભાજપ પ્રભારી સહિત અન્ય amc ની અન્ય કમિટીઓના ચેરમેન- ડેપ્યુટી ચેરમેન પણ આ સમયે ઉપસ્થિત રહ્યાં હતા. 15 સભ્યોની યાદીમાં જતીન પટેલ , પ્રિતિશ મહેતા અને દેવાંગ દાણી સહિતના કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પ્રબળ દાવેદાર ગણાય છે. તેમાં પણ હાલના તબક્કે જતીન પટેલ ચેરમેન તરીકે હોદ્દો મેળવવા રેસમાં સૌથી આગળ છે. આગામી 11 સપ્ટેમ્બરે મળનારી સામાન્ય સભામાં 15 પૈકી 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી સભ્યો તરીકે નિમણુંક થશે. 12 નામ ફાઇનલ થયા બાદ તેમાંથી ચેરમેન પદનું સસ્પેન્સ દૂર થશે. 11 સપ્ટેમ્બરે જ મેયર, ડેપ્યુટી મેયર, સાશક પક્ષ નેતા અને દંડકની પણ થશે વરણી


ભાજપ (BJP) અધ્યક્ષ સી આર પાટિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નો રિપિટ થીયરીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બીજી ટર્મના મેયર, ડેપ્યુટી મેયર, પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો માટે પણ ભાજપ નો- રિપિટ થિયરી અપનાવશે. પાલિકા- પંચાયતોમા હોદ્દો ભોગવ્યો હોય તેમને ફરી તક મળશે નહી. અમે 90 ટકા બેઠકો જીત્યા છીએ એટલે નવા ચહેરાને તક આપવાનો પ્રયત્ન થશે. રોટેશનથી ફાળવાયેલા હોદ્દામાં સામાન્ય ઉપર સામાન્ય ઉમેદવારને તક આપીશું. જેને પગલે અમદાવાદ (Ahmedabad) મનપાના પણ સમીકરણો બદલાઈ ગયા છે. હવે મેયરની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ નવા હશે. હિતેન્દ્ર બારોટની નવ વિર્વાદિત કામગીરી છતાં ભાજપે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રીપિટ ન કરવાનો નિર્ણય લીધો છે.